સલામાકા,
સેન્ટ્રલ મેક્સિકોની એક નાઇટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી જેમાં 15 વ્યક્તિના મોત નીપજ્યા છે.ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં શનિવારે રાત્રે આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
મેક્સિકોમાં થઈ રહેલી પેટ્રોલિયમ પદાર્થની ચોરીને રોકવા પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલું હતું એ જ વખતે આ ઘટના બની હતી.સાલામાનકા શહેરમાં સરકારી પેટ્રોલિયમ કંપની મેક્સિકાનોસ છે જેમાંથી ગત વર્ષે 3 અબજ ડોલરનું તેલ ચોરાયું હતું જેથી પોલીસ આ વિસ્તારમાં ગુનેગારો વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું જેનો વિરોધ કરવા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનો દાવો છે.
પ્રોસિક્યુટરે શનિવારે આ અંગે માહિતી આપી હતી. પબ્લિક પ્રોસિક્યુટર્સ ઓફિસના પ્રવક્તા જુઆન જોઝ માર્ટિનેઝે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ચાર અન્ય વ્યક્તિ પણ ઘાયલ થઈ હતી.
ગુઆનાજુઆતો પ્રાંતમાં આવેલી આ નાઇટ ક્લબના વિસ્તારમાં પેટ્રોલિયમ પદાર્થની ચોરી અટકાવવા પોલીસે અભિયાન શરૂ કર્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘટના શનિવારે બની હતી. વાહનમાંથી નીચે ઉતરતા પહેલા જ સલામાંકાના લા પ્લાયા નાઇટ ક્લબમાં હથિયારોથી સજ્જ કેટલાક લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ચાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 15 વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ચાર ગંભીર રીતે ઘવાયા હતા. સલામાંકા રાજ્યની પેટ્રોલિમય કંપની પેટ્રોલ મેક્સિકાનોસની મુખ્ય પાઇપલાઇન સાઇટ છે જેમાંથી ગયા વર્ષે ત્રણ અબજ ડોલરનું પેટ્રોલ ચોરાયું હતું.