Not Set/ રક્ષામંત્રીની પાકિસ્તાનને ચેતવણી: ઉશ્કેરશો તો મળશે જવાબ

નવી દિલ્હી, સતત સીઝ્ફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન સામે ભારતે સખ્ત વલણ બતાવ્યું છે. પાકિસ્તાનને ખબરદાર કરતા નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન સીઝફાયરની નીતિ લાગુ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ […]

Top Stories India
40936 rrcyaalcae 1473304759 રક્ષામંત્રીની પાકિસ્તાનને ચેતવણી: ઉશ્કેરશો તો મળશે જવાબ

નવી દિલ્હી,

સતત સીઝ્ફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન સામે ભારતે સખ્ત વલણ બતાવ્યું છે. પાકિસ્તાનને ખબરદાર કરતા નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન સીઝફાયરની નીતિ લાગુ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ છે, જો અમને ઉકસાવવામાં આવશે તો અમે જરૂર જવાબ આપીશું.

તેમણે પાકિસ્તાનને તેમની નીતિમાં ફેરફાર કરવાનું સુચન કર્યું હતું. પાકિસ્તાન અંગે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે વિદેશ મંત્રાલય પહેલાં જ કહી ચુક્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આ જ અમારી સરકારનું વલણ રહ્યું છે. સાથે જ તેઓએ કહ્યું કે રમજાનમાં જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું સ્વાગત છે પરંતુ જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. રક્ષામંત્રીએ કેટલાક આંકડાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે સેના પાસે ફંડની કોઈ ઉણપ નથી. સેના ચીફને પૂરતા પાવર આપવામાં આવ્યા છે.

Holding nirmala sitharaman રક્ષામંત્રીની પાકિસ્તાનને ચેતવણી: ઉશ્કેરશો તો મળશે જવાબ

2013-14 86,740 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ખર્ચ થયાં 79,125 કરોડ
2014-15:  94,587 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ખર્ચ થયાં 81,887 કરોડ
2015-16 94,588 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ખર્ચ થયાં 79,958 કરોડ
2016-17 86,304 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ખર્ચ થયાં 86,370 કરોડ
2017-18:  86,488 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ખર્ચ થયાં 90,406 કરોડ

રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે અમારું કામ સીઝફાયરનું મુલ્યાંકન કરવાનું નથી, અમારું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે જે અમે કરી રહ્યાં છીએ. રક્ષામંત્રીએ કહ્યું કે જ્યારે અમે સત્તા પર આવ્યાં હતા ત્યારે સેના પાસે હથિયારો, ગોલા-બારૂદની ઘટ હતી, આજે દેશમાં કોઈપણ પ્રકારના ગોલા-બારૂદ ઘટમાં નથી. અમે સેનાને ખરીદવાની શક્તિ આપી છે.

રાફેલ ડીલ પર વિપક્ષના આરોપોને લઈને રક્ષા મંત્રીએ કહ્યું કે વિપક્ષના તમામ આરોપ આધાર વિહોણા છે. આ ડીલમાં એક પણ પૈસાનો ગોટાળો થયો નથી. આ બે સરકારો વચ્ચેની સમજુતી છે. રફેલ વિમાનની કિંમતને લઈને ખોટી તુલના કરવામાં આવી રહી છે.