શ્રીલંકા હુમલાના માસ્ટરમાઇન્ડ જાહરાન હાશિમના કોલ ડેટાથી જાણકારી મળી કે, કેરળ અને તામિલનાડુમાં લાંબા સમયથી સક્રિય હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નું કહેવું છે કે, હાશિમ અંદાજિત ત્રણ મહિના સુધી ભારતમાં હતો. હાશિમ સાથે કનેક્શનના આરોપમાં એનઆઇએ કેરળના પલક્કડથી રિયાઝ અબુબકર ઉર્ફ અબુ દુજાનાની ધરપકડ કરી છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીને રિયાઝના આઇએસ સાથે સંબંધ હોવાની શંકા છે. તે કેરળમાં ફિદાયીન હુમલાની તૈયારીમાં હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હાશિમ આત્મઘાતી હુમલાખોરના સમૂહમાં સામિલ હતો. આ હૂમલાખોરો એ જ શ્રીલંકામાં શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ બ્લાસ્ટમાં અંદાજિત 350 લોકોના મોત થયા હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ હાશિમ સાથે સંપર્ક ધરાવતા ત્રણ સંદિગ્ધોના ઘરો પર દરોડા પાડ્યા હતા. તેઓ હાશિમ સાથે સતત સંપર્કમાં હતા એવું મનાય છે. તેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.
એનઆઇએ દ્વારા જેની ધરપકડ કરાઇ છે તે કેરળમાં કથિત રીતે આત્મઘાતી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. તે શ્રીલંકા હુમાલાના માસ્ટરમાઇન્ડ હાશિમથી પ્રભાવિત હતો. એજન્સીઓના ઇનપુટમાં ચાર લોકોનું એક સમૂહ આરોપીઓના સંપર્કમાં હોવાની બાતમી મળી હતી.
સંદિગ્ધ રિયાસ અબુબકરને કોર્ટમાં હાજર કરાયો હતો જ્યા તેને તે જહરાન હાશ્મિથી પ્રભાવિત હોવાની વાતની કબૂલાત કરી હતી. આરોપી રિયાસ હાશિમ અને જાકિર નાઇકના વીડિયોનું એક વર્ષથી અનુસરણ કરી રહ્યો હતો.
રિયાસ કેરળમાં પણ આત્મઘાતી હુમાલાની ફિરાકમાં હતો. જહરાન હાશિમ નેશનલ તૌહીદ જમાતનો સભ્ય છે.
રિયાસે પૂછપરછમાં અન્ય આરોપી અબ્દુલ રાશિદ અબ્દુલ્લા સાથે સાંઠગાંઠ હોવાનું પણ કબૂલ્યું હતું. તે તેની ઓડિયો ક્લિપ્સ ફોલો કરતો હતો. તેમાં એક વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે જેમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે બીજા લોકોને ઉકસાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.