આજે સોમવારે, વિશ્વ શ્રધાંજલિ દિવસ નિમિતે ભાવનગર ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શુભેચ્છા આપી હતી. પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા લોકોને ફૂલ આપી નિયમનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરાતા રહે છે. પંરતુ આજે પોલીસ અને આરટીઓ દ્વારા નિયમો પાળનાર લોકોનું અભિવાદન કરી નવો જ ચીલો ચિતરવામાં આવ્યો છે.
આજે વિશ્વ શ્રધાંજલિ દિવસ છે. જેને લઇ ભાવનગર આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાહન ચાલકોને શુભેચ્છા આપવામાં આવી હતી. શહેરના પાણીની ટાંકી પાસે આરટીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારી અને જવાનોએ વાહન ચાલકો સાથે ગાંધીગીરી કરી ટ્રાફિકના નિયમનું પાલન કરતા હોય તેમને શુભેચ્છા સાથે અને જે ન કરતા હોય તેમને નિયમોનું પાલન કરવાની અપીલ સાથે લાલ ગુલાબનું ફૂલ આપ્યું હતું.
ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ડ્રાઈવ દરમિયાન ભાવનગર પોલીસના ડીવાયએસપી સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને જેમને જણાવ્યું હતું કે દર મીનીટે ક્યાંક ને ક્યાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે જે અંગે જાગૃતિ લાવવા પોલીસ તંત્ર દ્વારા આજે વિશ્વ શ્રધાંજલિ દિવસ નિમિતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો હેતુ લોકોને ટ્રાફિકના નિયમો વિષે સમજાવી અને પાલન કરે તેવી અપીલ કરાય હતી. જેના થી લોકોને એવરનેસ આવશે અને અકસ્માત થી લોકો બચી શકે તેવા હેતુ થી આ શુભેચ્છા ડ્રાઈવ ગોઠવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.