ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સએ (S&P) તુર્કીની ક્રેડિટ રેટિંગ ઘટાડીને બી+ કરી દીધી છે. એજન્સીએ આ સાથે જ એવી શંકા વ્યક્ત કરી છે કે વર્ષ 2019માં દેશ (તુર્કી) મંદીનો સામનો કરી શકે છે. ક્રેડિટ રેટિંગ કંપનીએ છેલ્લા ચાર મહિનામાં બીજી વખત તુર્કીની ક્રેડિટ રેટિંગ ઘટાડી નાખી છે. તુર્કીની કરન્સી લીરામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તુર્કીની કરન્સીમાં થયેલાં ઘટાડાને કારણે દુનિયાભરની કરન્સીમાં પણ ઘટાડો નોંધાયો છે.
S&P એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમે આવતા વર્ષે મંદીનું અનુમાન લગાવી શકીએ છીએ. આવતા ચાર મહિનામાં ઇન્ફલેશન 22% સાથે સૌથી ઉચા સ્તર પર હશે, અને 2019 ના મધ્યમાં 20% સાથે નીચે જશે.
રેટિંગ એજન્સીએ તુર્કીના ચલણ લીરામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને તુર્કીના દેવાંને BA2 થી ઘટાડીને BA3 કરી દીધું છે. અમેરિકા સાથે વધતા જતાં તણાવના કારણે તુર્કીની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઇ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમના ઈમ્પોર્ટ રેટને વધારી દીધા છે, જેનાં કારણે તુર્કીની અર્થવ્યવસ્થામાં વધુ ગાબડાં પડ્યા છે.