વોશિંગ્ટન,
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી દ્વિપક્ષીય ચર્ચા પર સમગ્ર દુનિયાની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મીટ માંડીને બેઠા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને રશિયા વચ્ચે થવા જઈ રહેલી S-400 મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ નજર માંડીને બેઠા છે, પરંતુ તેઓને જાણે પોતાના પગલા પર જ નથી તે પુરવાર થઇ રહ્યું છે અને આ કારણે તેઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવું પડ્યું છે.
હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે મિન્નીસોટામાં યોજાનારી મેક અમેરિકાગ્રેટ અગેન રેલીમાં ભાગ લેવા માટે પોતાના પ્લેન એરફોર્સ વનમાં જઈ રહ્યા હતા. પરંતુ એરફોર્સ વનમાં સવાર થતા પહેલા જ તેઓના બુટ પર એક કાગળ ફસાયેલું જોવા મળ્યું હતું.
જો કે ત્યારબાદ આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે અને આં કારણે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો દ્વારા આ ઘટનાને એક મજાક બનાવવામાં આવી છે અને ટ્વિટર પર ટ્રમ્પ અંગે કોમેન્ટ કરવામાં આવી રહી છે.
કેટલાક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, “કોઈ રાષ્ટ્રપતિ પાસે આ પ્રકારની આશા ન હતી”.