જકાર્તા,
ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તામાં મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. સોમવારે સવારે લાયન એરલાઇન્સનું એક પ્લેન ટેકઓફ થયાના માત્ર ૧૩ મિનિટમાં સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું અને ટુકડાઓમાં પરિવર્તિત થઇ ગયું હતું.
https://twitter.com/ANI/status/1056734059995561984
મળતી માહિતી મુજબ, આ પ્લેનમાં ૧૭૮ યાત્રીઓ, ૩ બાળકો, ૨ પાયલોટ અને ૫ કેબિન ક્રૂ મેમ્બર સાથે કુલ ૧૮૮ લોકો સવાર હતા. બીજી બાજુ રહાત અને બચાવ કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.
https://twitter.com/Sutopo_PN/status/1056745346917781504
આ વચ્ચે રાહત કાર્યમાં લાગેલી ઇન્ડોનેશિયાની એક એજન્સી દ્વારા વિમાનના ક્રેશ થયા બાદ તેના કાઠમાળની કેટલીક તસ્વીરો અને વીડિયો જાહેર કરવામાં આવ્યા છે.
https://twitter.com/Sutopo_PN/status/1056746231777550337?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1056746231777550337&ref_url=https%3A%2F%2Fmantavyanews.com%2Fworld-lion-air-passenger-flight-jakarta-crashed-indonesia-carrying-188-people-i%2F
જેમાં તૂટી ચુકેલા સ્માર્ટફોન, પુસ્તકો, બેગ તેમજ ક્રેશ થયેલા વિમાનના કેટલાક ભાગ મળી રહ્યા છે.
લાયન એરલાઇન્સના આ વિમાને સોમવાર સવારે ૬.૨૦ વાગ્યે ઉડાન ભરી હતી અને તેને ૭.૨૦ મિનિટ પર લેન્ડ કરવાનું હતું. જો કે આ પહેલા ટેકઓફ થયાની ૧૩ મિનિટ બાદ એટલે કે ૬.૩૩ વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું.
https://twitter.com/DrLokmanKaradag/status/1056788088955916289
આ વિમાન બે મહિના પહેલા જ લાયન એરલાઇન્સને મળ્યું હતું. બીજી બાજુ વિમાન લાપતા થયા બાદ સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
https://twitter.com/Kyle172/status/1056736398408060928