લંડન,
લંડનમાં અમેરિકન સાયબર એક્સપર્ટ સૈયદ શુઝાએ સોમવારે વીડીયો કોન્ફરન્સથી ઘણા સનસનીખેજ દાવો કર્યો છે. શુઝાએ દાવો કર્યો કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં ઇવીએમને હેક કરવામાં આવ્યું હતું અને તેના જ દમ પર બીજેપીની જીત થઇ હતી.
આ સાથે શુઝાનો એ પણ દાવો છે કે, ભાજપના નેતા ગોપીનાથ મુંડેનું મૃત્યુ અકસ્માતમાં થયું નથી, પણ તેઓનું મર્ડર થયું હતું. શુઝાના જણાવ્યા મુજબ, ગોપીનાથ મુંડે અને ગૌરી લંકેશનું મૃત્યુનું કનેક્શન ક્યાંક ઇવીએમથી જોડાયેલું હતું. સૈયદ શુઝાએ વીડીયો કોન્ફરન્સમાં દાવા તો કર્યા પરંતુ તેમને તેના પુરાવા રજૂ કરી શક્યા નથી. અત્યારે પ્રશ્ન એ છે કે આ સનસનીખેજ દાવા કરનારા સૈદ શુઝા કોણ છે?
કહેવામાં આવ્યું રહ્યું છે કે સૈયદ શુઝા એક સાયબર સિક્યોરિટી રીસર્ચર છે, જે હૈદરાબાદનો રહેવાસી છે અને હાલમાં અમેરિકામાં નોકરી કરે છે. સૈયદ શુઝાનું માનવામાં આવે તો તે ભારતમાં મતદાન માટે ઇવીએમ મશીન બનાવવાની ટીમનો ભાગ હતો. શુઝા અનુસાર, તે ECIL માં કામ કરતો હતો.
શુઝાના સાથીદારોની હત્યા થઇ ?
સૈયદ શુઝાએ દાવાઓ કર્યા કે, વર્ષ 2014 માં તેની ટીમને કોઈ પણ રીતે ઇવીએમ મશીનને હેક કરવા માટે કહેવામાં આવ્યું હતું. શુઝાના અનુસાર, જ્યારે તેમની ટીમે ઇવીએમ હેક કરી દીધો તો હૈદરાબાદમાં તેમના ઉપર જીવ લેવા માટે હુમલો થયો.
શુઝાના જણાવ્યા અનુસાર, તે આ હુમલામાં બચી ગયો છે પરંતુ તેમના સાથીમાં હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તમને જણાવી દઈએ કે, સૈયદના આ દાવાની પુષ્ટિ મંતવ્ય ન્યુઝ કરતું નથી.