જો તમે ટ્રાવેલ કરવવાના શોખીન છો તમે હવે અન્ડરવોટર વિલાનો આનંદ લઇ શકો છો.દુનિયાની સૌ પ્રથમ અન્ડરવોટર વિલા માલદીવ્સમાં બની છે.
બે માળની આ વિલા દરિયાઈ સમુદ્રી સપાટીથી ૧૬ ફૂટ અંદર છે. આ વિલાનું નામ મુરકા રાખવામાં આવ્યું છે. મુરકા વિલા હવે રંગલી આઈસલેન્ડનો એક ભાગ છે.
વિલાની વાત કરીએ તો તેમાં એક પ્રાઇવેટ જીમ, બાર, પૂલ, બાથટબ અને જોરદાર અન્ડરવોટર બેડરૂમ છે કે જ્યાંથી તમે સમુદ્રની અંદરની સુંદરતા જોઈ શકો છો. આ વિલાનો ઉપરનો માળ તે પાણીની ઉપર છે.
આ વિલા માત્ર દેખાવમાં જ લક્ઝુરીયસ નથી પરંતુ અહી એક રાત રોકવાની કિંમત છે ૩૬.૬૭ લાખ રૂપિયા.
અહિયાં તમે ઓછામાં ઓછી ચાર રાત માટે બુકિંગ કરી શકો છો.
આની પહેલા ‘Ithaa’ નામનું ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટ પણ પાણીની અંદર આવેલું છે. મુરકાની થોડી ઘણી રચના તેને મળતી આવે છે.
આ વિલાને સિંગાપોરમાં જમીન પર બનાવવામાં આવી છે. ત્યારબાદ તેને સ્પેશ્યલ શીપ દ્વારા માલદીવ્સમાં લાવવામાં આવી છે. ત્યારબાદ આ આખા સ્ટ્રક્ચરને યોગ્ય રીતે પાણીમાં અંદર ઉતારવામાં આવ્યું હતું.