કોરોના/ ભારતની મદદ માટે UKથી ઉડ્યું વિશ્વનું સૌથી મોટું વિમાન, લાવી રહ્યું છે 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ 124 વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી. 

Top Stories World
A 92 ભારતની મદદ માટે UKથી ઉડ્યું વિશ્વનું સૌથી મોટું વિમાન, લાવી રહ્યું છે 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે વિશ્વના ઘણા દેશો ભારતને મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ કડીમાં, ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટથી 18-ટન ઓક્સિજન જનરેટર્સ અને 1,000 વેન્ટિલેટર લઈને વિશ્વનું સૌથી મોટું કાર્ગો માલવાહક વિમાન  ભારત માટે રવાના થયું હતું. આ માહિતી ખુદ બ્રિટિશ સરકારે આપી છે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ 124 વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી.

World s largest cargo plane photos

ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા આ પુરવઠાને કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા ભારતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓક્સિજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે 50 લોકોના ઉપયોગ માટે પર્યાપ્ત છે.

વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાનમાં આ ઉપકરણો લાદવામાં આવ્યા તે સમયે ઉત્તરી આયરલેન્ડના હેલ્થ મિનિસ્ટર રોબિન સ્વાન બેલફાસ્ટ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. રોબિન સ્વાનના કહેવા પ્રમાણે તેઓ ભારતને તમામ સંભવિત મદદ અને પોતાનું સમર્થન આપે તે તેમની નૈતિક જવાબદારી છે.

World s largest cargo plane india

આ દેશોએ પણ કરી મદદ

રશિયા

20 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, વેન્ટિલેટરો, મોનિટર ઉપરાંત કોરોનાવીર સહિતની દવાઓ અને અન્ય આવશ્યક ફાર્માસ્યુટિકલ વસ્તુઓ સહિત કુલ 20 ટન માલનું ભારતમાં અત્યાર સુધી આગમન થયું છે. 5 મેના રોજ ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇડ મોનિટર અને દવાઓ ભારત પહોંચી છે.

આ ઉપરાંત ગત 1 મે ના રોજ સ્પુટનિક કોરોના રસીનો જથ્થો રશિયાથી હૈદરાબાદ પહોંચ્યો હતો. આગામી દિવસોમાં હજુ 1.5 લાખ રસીના ડોઝ હૈદરાબાદ પહોંચશે.

ફ્રાન્સ

જર્મનીએ ભારતને સહાય પેકેજની જાહેરાત કર્યા પછી ફ્રાન્સ બીજો યુરોપિયન દેશ બન્યું છે જેણે ભારતને સહાય મોકલી . ફ્રાંસે અત્યાર સુધીમાં 8 હોસ્પિટલ કક્ષાના ઓક્સિજન જનરેટર્સ મોકલ્યા છે, જેમાં પ્રત્યેક 250 બેડ માટે ઓક્સિજન, પાંચ દિવસ માટે 2,000 દર્દીઓ માટે પ્રવાહી ઓક્સિજન, આઇસીયુ માટે 28 વેન્ટિલેટર અને ઉપકરણો મોકલ્યા છે, ગત 2 મેના રોજ આ સહાય ફ્રાંસે મોકલાવી હતી.

જર્મની

જર્મનીએ અત્યાર સુધીમાં 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા છે. રોજ 4 લાખ લિટર જેટલું ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતાવાળા વિશાળ ઓક્સિજન પ્લાન્ટ જર્મનીથી નવી દિલ્હી મોકલવામાં આવ્યા છે.

ઇટાલી

ઈટાલી દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે જે 20 વેન્ટિલેટર અને એક આખી હોસ્પિટલમાં ઓક્સિજન નિ જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ છે. ગ્રેટર નોઇડાની ITBP રેફરલ હોસ્પિટલમાં આ પ્લાન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે.

આયર્લેન્ડ

ગત 4 મેના રોજ આયર્લેન્ડથી બીજી શિપમેન્ટમાં 2 ઓક્સિજન જનરેટર્સ, 548 ઓક્સિજન કન્સેન્ટર્સ, 365 વેન્ટિલેટર નવી દિલ્હી આવ્યા.

બહેરીન

બહેરીન દેશ દ્વારા 2 ક્રાયોજેનિક ઓક્સિજન સિલિન્ડર ભારત મોકલવા આવ્યા છે. 40 MT વાળા લિકવિડ ઓક્સિજન પણ ભારત મોકલવામાં આવ્યા છે.

કુવૈત

કુવૈત દ્વારા 282 ઓક્સિજન સિલિન્ડર, 60 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, વેન્ટિલેટર અને 40 MT ની ક્ષમતાવાળા પ્રવાહી ઓક્સિજન અને 4 મે ના રોજ 500 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.

kalmukho str 5 ભારતની મદદ માટે UKથી ઉડ્યું વિશ્વનું સૌથી મોટું વિમાન, લાવી રહ્યું છે 3 ઓક્સિજન જનરેટર, 1000 વેન્ટિલેટર