Not Set/ વિશ્વની 53% રસી સમૃદ્ધ દેશ પાસે છે,  92 ગરીબ દેશોની વસ્તીને ક્યારે મળશે રસી..?

રસિ ખરીદવાની દ્રષ્ટિએ અત્યંત ગરીબ દેશોની હાલત સૌથી ખરાબ છે જેમાં ઘાના, નાઇજિરિયા જેવા દેશો સામેલ છે કેટલાક ગરીબ દેશોમાં રસીકરણની શરૂઆત હમણાં જ થઇ છે જ્યારે કેટલાક દેશોમાં તો હજી રસીકરણ શરૂ થયું જ નથી.

World
parkala prabhakar 2 વિશ્વની 53% રસી સમૃદ્ધ દેશ પાસે છે,  92 ગરીબ દેશોની વસ્તીને ક્યારે મળશે રસી..?

વૈશ્વિક મહામારી કોરોના એ વિશ્વભરમાં તરખાટ મચાવ્યો છે હાલમાં વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે વિશ્વને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં એવા દેશો છે કે જેની પાસે વસ્તી કરતા વધુ રસીના ડોઝ છે કારણ આદેશ બહુ જ સમૃદ્ધ છે, જ્યારે બીજા એવા દેશો છે કે જે મઝધારમાં છે એટલે કે તેમની પાસે એટલા પૈસા નથી કે પોતાના દેશની વસ્તી જેટલા ડોઝ ખરીદી શકે અને ત્રીજો હિસ્સો એટલે કે એવા દેશો કે જે અત્યંત ગરીબ અને દારૂણ અવસ્થામાં છે અને તેમની પાસે અન્ય દેશોથી વેક્સિન માંગવા સિવાય બીજો કોઈ ઉપાય નથી

જ્યાં સુધી સમૃદ્ધ દેશોની વાત છે તો આ દેશોએ દુનિયામાં ઉત્પાદિત થતી વેક્સિનનો ૪૮ ટકા જેટલો હિસ્સો પોતાની પાસે રાખ્યો છે આ દેશોની વસ્તી પુરી દુનિયાની વસ્તીના માત્ર ૧૬ ટકા જેટલી છે અને આ દેશોમાં અમેરિકા બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે જ્યારે મઝધાર માં આવેલા દેશોમાં સર્બિયા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોનો સમાવેશ થાય છે.

રસિ ખરીદવાની દ્રષ્ટિએ અત્યંત ગરીબ દેશોની હાલત સૌથી ખરાબ છે જેમાં ઘાના, નાઇજિરિયા જેવા દેશો સામેલ છે કેટલાક ગરીબ દેશોમાં રસીકરણની શરૂઆત હમણાં જ થઇ છે જ્યારે કેટલાક દેશોમાં તો હજી રસીકરણ શરૂ થયું જ નથી. ડ્યુક યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના એક અહેવાલ મુજબ 53% રસી પુરવઠો સમૃદ્ધ દેશો દ્વારા બુક કરવામાં આવ્યો છે તેથી જ 92 ગરીબ દેશો 2023 સુધીમાં પણ ૬૦ ટકા વસ્તીને રસી આપી શકશે નહીં

ઇઝરાઇલ રસીકરણમાં આગળ, તાંઝાનિયા પાછળ

શ્રીમંત દેશ ઇઝરાઇલમાં, 60% લોકોએ બંનેને પ્રથમ ડોઝ અને 58% લોકો બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. યુકેમાં 50% લોકોએ પ્રથમ ડોઝ અને 16% થી વધુલોકો એ રસીના બંને ડોઝ લીધા છે. યુ.એસ. માં, 41% લોકોએ પ્રથમ ડોઝ આપ્યો છે અને 26% લોકોએ બંને ડોઝ લીધા છે. તે જ સમયે, ચિલીમાં, 41% એ પ્રથમ ડોઝ અને અને 29% બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે.

મધ્યપ્રવાહના દેશો; સર્બિયાએ તેના 27% લોકોને બંને ડોઝ આપ્યા છે. બ્રાઝિલમાં, રોગચાળાને કારણે મૃત્યુઆંકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 12% લોકોએ રસીનો ડોઝ લીધો છે. સૌથી મોટી રસી ઉત્પાદક હોવા છતાં, અત્યાર સુધીમાં ભારતમાં 8% કરતા પણ ઓછા લોકોને પ્રથમ ડોઝ અને 1 % કરતા પણ ઓછા લોકોને રસીના બન્ને ડોઝ મળ્યા છે.

ગરીબ દેશ; ડબ્લ્યુએચઓનું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં 20% રસી સભ્ય દેશોમાં વિતરણ કરવાનું હતું, પરંતુ તે પ[ઉરન થવામાં શંકા છે. ઘાનાને ફેબ્રુઆરીમાં રસી મળી હતી, જ્યાં ફક્ત 3% લોકોને રસી આપવામાં આવી હતી. નાઇજીરીયામાં 1% કરતા પણ ઓછા લોકોને રસી આપવામાં આવી હતી. બીજી તરફ, તાંઝાનિયા જેવા દેશોએ હવે રસીની આશા છોડી દીધી છે.

જાપાન: રાજધાની ટોક્યો સહિત ત્રણ પ્રાંતમાં કટોકટીની ઘોષણા

પાટનગર ટોક્યો સહિત પશ્ચિમ ક્ષેત્રના ત્રણ પ્રાંતોમાં કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા જાપને ત્રીજા સ્તરની કટોકટી જાહેર કરી છે. વડા પ્રધાન યોશીહિદા સુગાએ 25 મી એપ્રિલથી 11 મે સુધી ટોક્યો, ઓસાકા, ક્યોટો અને હ્યોગોમાં આ કટોકટી જાહેર કરી છે. આવી સ્થિતિમાં, ઓલિમ્પિક રમતોનું આયોજન જોખમમાં છે. કારણ કે સમર ઓલિમ્પિક્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાવાની છે. બીજી તરફ, નિષ્ણાતોએ કહ્યું છે કે અર્ધ-કટોકટી અપૂરતી છે, અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.