સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2એ થિયેટરોમાં ડંકો વગાડી દીધો છે. રિલીઝ થયાના સાથે જ ફિલ્મે મોટા મોટા બોલિવૂડ અને સાઉથની ફિલ્મોને પછાડી દીધી છે. યશની ફિલ્મ KGF 2 એ પહેલા દિવસે 54 કરોડનું બંપર ઓપનિંગ કર્યું હતું, હવે બીજા દિવસે પણ KGF 2 એ કમાલ કરી દીધું છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે યશની KGF 2ને રિલીઝ થયા હજું બે દિવસ થયા છે અને તે આ બે દિવસમાં 100 કરોડની પાર કલેક્શન કરી લીધું છે. આ આંકડો જાણ્યા બાદ તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે યશની ફિલ્મે થિયેટરોમાં સુનામી લાવી દીધી છે. KGF 2ની આ નોનસ્ટોપ કમાણીનો હજુ પણ ચાલી રહ્યો છે.
આ મુજબ KGF 2 બાહુબલી અને દંગલ જેવી ફિલ્મોથી સારી ટ્રેન્ડ કરી રહી છે. આશા છે કે ફિલ્મ 4 દિવસના લાંબા વીકએન્ડ સુધી 185 કરોડનુ શાનદાર કલેક્શન કરી લેશે. પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે ફિલ્મે 53.95 કરોડની કમાણી કરી હતી. આવું કરીને KGF 2 હાઈએસ્ટ ફસ્ટ ડે ઓપનર ફિલ્મ બની ગઈ હતી. KGF 2 એ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવી ફિલ્મોના રેકોર્ડને ધ્વસ્ત કરી દિધો છે. દેશમાં જ નહીં વિદેશોમાં પણ યશની ફિલ્મ કમાલ કરી રહી છે.
KGF 2 માં યશ સિવાય સંજય દત્ત અને રવીના ટંડન લીડ રોલમાં છે. ફિલ્મની કમાણીના આંકડા જોઈને આપણને ખ્યાલ આવી જાય છે કે યશની ફિલ્મે થિયેટરોમાં તબાહી મચાવી દીધી છે.
આ પણ વાંચો: એલોન મસ્કના પ્લાનને માત આપવા ટ્વિટરે અપનાવી આ ખાસ પદ્ધતિ
આ પણ વાંચો: સાંતલપુરમાં પાણી માટે રઝળપાટ, લોકો કેનાલનું દૂષિત પાણી પીવા બન્યા મજબૂર