લોકપ્રિય ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને માહિતી આપી છે. તેમણે લોકોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી છે. સમાચાર મુજબ તેની હાલત નાજુક છે અને તે વેન્ટિલેટર પર છે.
દિવ્યાએ શેર કરેલા ફોટામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તેણે ઓક્સિજન માસ્ક પહેરેલો છે. તેણે કેપ્શનમાં લખ્યું- હેલો મારો ઇન્સ્ટાગ્રામ પરિવાર. હું ઝડપથી સ્વસ્થ થઇ જાવ તેવી કામના કરો. હું તમને બધાને પ્રેમ કરું છુ. “
અભિનેત્રીને મુંબઇના ગોરેગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની માતાએ એક ખાનગી માધ્યમને જણાવ્યું હતું કે, “દિવ્યા છેલ્લા 6 દિવસથી તકલીફ અનુભવી રહી હતી. જ્યારે અમે તેના ઓક્સિજનનું સ્તર તપાસ્યું ત્યારે અમને જાણવા મળ્યું કે તે 71 ની સપાટીએ પહોંચી ગઈ છે. હમણાં તે વેન્ટિલેટર પર છે. તેનું ઓક્સિજનનું સ્તર 84 પર પહોંચી ગયું છે, પરંતુ સ્થિતિ ગંભીર છે કોરોના વાયરસનો રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો છે.
દિવ્યા હાલમાં સીરીયલ ‘તેરા યાર હું મેં’ નું શૂટિંગ કરી રહી હતી. અભિનેત્રી કોવિડ -19 પોઝિટિવ આવ્યા બાદ, શો સાથે સંકળાયેલા અન્ય લોકોએ પણ તેમનો ટેસ્ટ કરાવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…