Gandhinagar News/ ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ

ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં યલો એલર્ટ છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 73 1 ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ

Gandhinagar News: ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં યલો એલર્ટ છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Beginners guide to 73 2 ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ

હવામાન વિભાગના આબોહવા નિષ્ણાત રામાશ્રય યાદવે જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં પણ વરસાદની સંભાવના નહીવત છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે તેવી સિસ્ટમ સક્રિય નથી.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 17 ઓગસ્ટ 2024થી લઈને 23 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી.

આ સમય દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
Beginners guide to 75 1 ગુજરાતમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ

આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ક્યાંક હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી

આ પણ વાંચો: સુરત માટે JICA પૂરથી બચવા માટેની યોજના તૈયાર કરશે

આ પણ વાંચો: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી