સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ખૂબ વાયરલ થતા હોઈ છે . તેમાં ભારતીય તો આમપણ જુગાડના ગજ આઇડિયાઝ લઇને દુનિયાભરમાં જાણિતા છે. આ વખતે એક યૂટ્યૂબરે એ પ્રેશર કુકરમાં રોટી બનાવતાં શિખવાડ્યું છે આ વાંચીને કદાચ તમે ચોંકી જશે. આ કુકિંગ ટ્યૂટોરિયલ વીડિયો આ હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
અત્યાર સુધી તમે તવા પર જ રોતલી બનાવી હશે અને બનતાં પણ જોઇ હશે. પરંતુ ફન એન ફેશન નામના યૂટ્યૂબ ચેનલ પર પ્રેશ કુકરમાં રોટલી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક મહિલા પહેલાં 3 ગોળ રોટલી વળે છે, પછી તેને ગેસની ફૂલ તાપ પર રાખીને કુકરમાં નાખીને તેને બંધ કરી દે છે. ત્યારબાદ મહિલા બે મિનિટ સુધી રોટલીઓને પકવવાનો ઇશારો કરે છે અને પછી લાસ્ટમાં પ્રેશ કુકરનું ઢક્કણ ખોલીને રોટલીઓ પ્લેટમાં નિકાળે છે