Viral Video/ નજીક આવતા મગરને જોઇ મહિલાએ કર્યુ એવુ, તમે નહી કરી શકો વિશ્વાસ, જુઓ Video

ઈન્ટરનેટ પર એક વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તેમાં જે રીતે એક સામાન્ય દેખાતી મહિલાએ ચપ્પલ બતાવીને એક વિશાળ મગરમચ્છને ભગાડ્યો છે, તે જોઈને યૂઝર્સ પોતાનું હાસ્ય રોકી શક્યા નથી.

Videos
મગરને જોઇ મહિલા કર્યુ આવુ

મગર કેટલો ખતરનાક જાનવર છે આપણે સૌ કોઇ જાણીએ છીએ. આ જાનવરને ક્યારે ડરીને ભાગતા કોઇએ જોયુ નથી. પરંતુ અમે આજે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ તે જોઇને તમે પણ કહેશો કે મગર પણ ડરતો હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો – OMG! / મહિલા અને મગર કરી રહ્યા મસ્તી, પછી જે થયુ તે જોઇ તમે પણ ચોંકી જશો

ઈન્ટરનેટ પર એક વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તેમાં જે રીતે એક સામાન્ય દેખાતી મહિલાએ ચપ્પલ બતાવીને એક વિશાળ મગરમચ્છને ભગાડ્યો છે, તે જોઈને યૂઝર્સ પોતાનું હાસ્ય રોકી શક્યા નથી. આ વીડિયો વારંવાર જોવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાંથી તેને વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. કોઈ કહી રહ્યું છે કે સ્ત્રીનાં હાથમાં ચપ્પલ હોય તો તેની સામે કોણ ઊભું રહે, તો કોઈ ‘મા’ને યાદ કરી રહ્યું છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપીને લોકો લાગણીઓમાં પોતાના મહોલ્લાની સ્થિતિને પણ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો સામે મગર હોય તો તેની નજીક જવાની કોઈ હિંમત કરતુ નથી. આ જ કારણ છે કે જ્યારે એક મહિલાએ પોતાનું સેન્ડલ ઉપાડીને મગરનાં ટોળામાંથી એક મગરને ડરાવ્યો ત્યારે લોકો પ્રતિક્રિયા આપ્યા વિના રહી શક્યા નહી. આ વીડિયો ઈન્ટરનેટ પર આશ્ચર્યજનક રીતે વાયરલ થયો છે અને અત્યાર સુધીમાં તેને લગભગ 20 લાખ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો ટ્વિટર યુઝર ફ્રેડ શુલ્ટ્ઝે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. યુઝર્સ જે રીતે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે તે ખૂબ જ ફની છે. કારણ કે આ વીડિયોનો અંશ જોયા બાદ પૂરો જોયા વિના કોઈ રહી શકશે નહી.

આ પણ વાંચો – OMG! / 23 કરોડ રૂપિયાની લાલચમાં આ શખ્સે કાપી નાખ્યા પોતાના બન્ને પગ, જાણો પૂરી વિગત

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નદીનાં કિનારે એક મહિલા કૂતરા સાથે ઉભી છે અને તેની સામે ઘણા મગરો જોવા મળી રહ્યા છે. મહિલા ખૂબ જ આરામથી ઉભી હતી અને તેનો કૂતરો પણ તેને આગળ-પાછળ ચક્કર લગાવી રહ્યો હતો. ત્યારે સામેથી દેખાય છે કે પાણીમાંથી અચાનક એક વિશાળ મગર તેની તરફ આવવા લાગે છે. મહિલાની નજર તેની તરફ આવતા મગર પર પડી અને તેણે તેને નદી કિનારે આવવા દીધો. આવી સ્થિતિમાં વ્યક્તિ પાછળ હટી જશે. પરંતુ, તે મહિલાએ અદ્ભુત હિંમત બતાવી અને મગરને પોતાના ચપ્પલથી જ ડરાવી પાછો મોકલી દીધો હતો.