અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝની ફિલ્મ ગુડ ન્યૂઝનું નામ જે સમયથી સામે આવ્યું ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં આવી છે. ફિલ્મનાં ઘણા ફની પોસ્ટરો સામે આવ્યા છે. જેમાં ફિલ્મની તમામ કાસ્ટનો પહેલો લુક જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન, આજે આ ફિલ્મનું કોમેડીથી ભરપુર ટ્રેલર સામે આવ્યું છે, જે જોવાની મજા તમે તેમ ચૂકશો નહી.
ફિલ્મ ગુડ ન્યૂઝનું ફની ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. શેર કરેલા ટ્રેલરમાં અક્ષય કુમાર અને કરીના કપૂર મિસ્ટર અને મિસેજ બત્રાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ બંનેને સંતાન જોઈતુ હોય છે, તો દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ ફિલ્મમાં મિસ્ટર અને મિસેજ બત્રાની ભૂમિકામાં જોવા મળે છે. આ બંને યુગલો વચ્ચે હોસ્પિટલમાં ગેરસમજ ઉભી થાય છે, અહીંથી ફિલ્મમાં એક નવો વળાંક આવે છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રમુજી છે. જેને જોઇને દર્શકો પોતાની હસી રોકી શકશે નહી. ફિલ્મનાં ટ્રેલરને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે થોડા સમય પહેલા રીલીઝ થયેલું આ ટ્રેલરને લાખો વ્યૂ મળી ચૂક્યા છે. આ માત્ર ટ્રેલર છે, આગળ શું થશે તે જાણવા માટે, આપણે ફિલ્મની રિલીઝની રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે ગુડ ન્યૂઝ એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે જે સરોગેસી પર આધારિત છે. રાજ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મ એક પરિણીત દંપતિની વાર્તા છે જે સંતાનનો પ્રયત્ન કરી રહ્યા છે. અક્ષય કુમાર સાથે કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. અક્ષય કુમાર ઉપરાંત દિલજીત દોસાંઝ, કરીના કપૂર અને કિયારા અડવાણી ગુડ ન્યૂઝમાં જોવા મળશે. જણાવી દઈએ કે અક્ષયની કરીના જોડી લાંબા સમય પછી મોટા પડદા પર જોવા મળશે. તે જોઈને પ્રેક્ષકો ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મ આવતા મહિને 27 ડિસેમ્બરે નાતાલ પર રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.