- લગ્નમાં દુલ્હને પહેરી પાણી-પૂરીની વરમાળા
- પાણી પૂરીની વરમાળા પહેરીને બેઠેલી દુલ્હનનો વીડિયો વાયરલ
કહેવાની જરૂર નથી કે પાણી-પૂરીએ ભારતની સૌથી ફેવરીટ સ્ટ્રીટ ડિશમાંથી એક છે અને તેને ખાવા માટે કોઇ ના પણ પાડી શકે નહી. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે લોકો પાણી-પૂરી ખાવા માટે લાઇનમાં લાગતા હોય છે. હવે, એક દુલ્હનનો પાણી-પૂરીનો હાર પહેરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
મહામારીનો ભય / દેશ અનેે દુનિયામાં કોરોનાએ મચાવ્યું તાંડવ, સંક્રમણનો આંક પહોંચ્યો 18.5 કરોડને પાર
આપણે બધા મિત્રોનાં સર્કલમાં ચોક્કસપણે એક એવો મિત્ર હોય છે જે સ્ટ્રીટ ફૂડ્સ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત હોય. ખાસ કરીને પાણી-પૂરી અને ચાટ વિશે જો વાત કરીએ તો તે કોને પસંદ ન આવે? પાણી-પૂરી જોઇ જાવ અને ખાધા વિના ન રહી શકતા લોકો જો આ લેડીને જોઇ જશે તો શું કરશે? અહી વાત અમે એક દુલ્હનની કરી રહ્યા છીએ, જેણે પોતાના ગળા પર પાણી-પૂરીથી ભરેલો હાર પહેર્યો છે. પાણી-પૂરી પ્રત્યેનો આવો પ્રેમ તમેે ભાગ્યે જ જોયો હશે. હા, તમે આ બરાબર સાંભળ્યું છે. પાણી-પૂરી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે એક કન્યાએ એક અનોખી રીત અપનાવી છે. માળાનાં સમારોહ પછી કન્યા અને વરરાજા ભોજન લે છે તે સમય. વરમાળાનાં કાર્યક્રમ બાદ જે સમયે વરરાજા અને દુલ્હન ખાવાનું ખાય છે. તે સમયે દુલ્હન ગળામાં પાણી-પૂરીની માળા અને માથા પર પાણી-પૂરીનો તાજ પહેરીને જોવા મળી હતી.
હાયરે કોરોના / મહામારી રોકવામાં આ રાજ્યો અસફળ, કેન્દ્રે ટીમ મોકલી મુકાબલો કરવા શીખવશે પદ્ધતિ
આ અદભૂત વીડિયો દુલ્હનનાં મેકઅપની આર્ટિસ્ટ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોનાં કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘મારી વહાલી દુલ્હન અક્ષયા અને વરરાજા અભિષેકને ઘણા બધા લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. આ મેકઅપ સવારે 3 વાગ્યે કરવામાં આવ્યો હતો અને વીડિયો બપોરે 3 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાય છે કે તેની ત્વચા ચમકી રહી છે. ભારતીય લગ્નનાં વિવિધ રિવાજો એ ખરેખર ભારતીય લગ્ન સમારોહનો પરંપરાગત અને આવશ્યક ભાગ છે. આ વીડિયો દક્ષિણ ભારતીય લગ્નનો છે.