મુંબઈ
બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ દિશાએ પોતાની એક ખૂબ જ હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
આમ તો પહેલા પણ તે ઘણી વખત બિકીનીમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચુકી છે. જો કે, આ વખતે તેનો એકદમ અલગ અંદાજ જાવા મળી રહ્યો છે.
દિશાના રેડ બિકીનીના ફોટોએ હાલ ઈન્સ્ટાગ્રામ પર સનસની મચાવી દીધી છે. આ ફોટોમાં તેના મોંઢા પરની સ્માઈલ પણ ખૂબ જ અદ્ભૂત છે, જેનાથી ફોટોની સુંદરતા વધી જાય છે.
અત્યાર સુધી આ ફોટોને 8.80 લાખ લોકોની લાઈક મળી ચુકી છે. જ્યારે 11,800 કોમેન્ટ આવી ચુક્યા છે. મહત્વનુ છે કે ઈન્સ્ટાગ્રામ પર દિશાના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડ 30 લાખ છે.