દરેક વ્યક્તિ પેટનો ખાડો પુરવા માટે મહેનત કરે છે, જાત જાતના જુગાડ આઈડીયા, લગાવી પેટનો ખાડો પુરે છે. તો કેટલીક વખત પ્રાણીઓ પણ એવી હરકત કરે છે કે, જે જોઈ આંખો પર વિશ્વાસ નથી થતો. આવો જ એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આપણને પ્રાણીઓની રમુજી અને વિચિત્ર હરકત જોવા મળે છે. આ વીડિયો જોયા પછી તમે પણ તમારા હાસ્યને રોકી નહીં શકો. આ વીડિયોમાં એક બકરી ઝાડ ની પત્તીઓ ખાવા એટલે કે પેટનો ખાડો પુરવા એવો જુગાડ કરે છે કે, તમને જોઈને મજા આવી જશે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બકરીનો છે. જેમાં તે ઝાડમાંથી પાંદડા ખાવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વૃક્ષ એટલું ઊંચું છે કે તે પાંદડા સુધી પહોંચી શકતી નથી. ઘણા પ્રયત્નો પછી, બકરીએ તેના મગજનો ઉપયોગ અદભૂત જુગાડ કરવા માટે કર્યો અને સરળતાથી ઝાડના પાંદડા ખાધા
એક IPS અધિકારી રૂપીન શર્માએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બકરી ઝાડના પાંદડાને ઊંચેથી ખાવા માટે પરેશાન થઈ રહી હતી, કેમ કે, પાંદડા સુધી પહોંચવામાં તે અસમર્થ છે. પછી તે ઝાડની નજીક ઉભેલી ભેંસ પર કુદકો મારી ચઢી જાય છે અને આનંદથી પાંદડા ખાવાનું શરૂ કરે છે. ભેંસ પણ તેની મદદ માટે જાણે તૈયાર હોય તેમ બકરીને હેરાન નથી કરતી.
https://twitter.com/rupin1992/status/1422751516297891842?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422751516297891842%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Fnational-international%2Fgoat-amazing-jugaad-to-eat-goat-jugaad-jugaad-video-viral-video-social-media-km-1121504.html