મોટા ઓફિસર બનવા માટે પ્રતિભા અને પરિશ્રમનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં વ્યક્તિ ઉચાઈ ઓર પહોચી
નથી શકતો જયારે બીજી બાજુ સાધારણ પ્રયાસ કરીને બીજી વ્યક્તિ ઉચાઈને આંબી લે છે. આવો જાણીએ શું ખે છે જ્યોતિષ..
IAS, IPS બનવું હોય તો સૌથી પહેલાં જન્મ લગ્નનું પ્રબળ હોવું જરૂરી છે. પછી નવમ એટલેકે ભાગ્ય ભાવનું મહત્વ છે. ત્રીજું સ્થાન
આવે છે પરાક્રમનું એટલે તૃતીય ભાવનું. આ બધાની સાથે પંચમ અને ચતુર્થ ભાવનું મજબુત હોવું જરૂરી છે. આ ભાવ લોકો અને
ખુરશી સાથે સંબંધ રાખે છે.
પ્રશાસનીક અધિકારી બનવા માટે આ બધા સ્થાનનાં સ્વામીઓનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કુંડલીની એ કઈ સ્થિતિઓ છે જે
IAS, IPS બનવામાં મદદરૂપ સાબિત થાય છે.
1) લગ્નેશ નું વિશેષ બળવાન હોવું આવશ્યક છે ઉપરાંત એના સ્વામીની સ્થિતિ કારક ભાવમાં હોય.
2) ભાગ્યનું સ્થાન નવમ અને એના સ્વામીની સ્થિતિ જન્મ કુંડલી,માં બળવાન હોવી જોઇએ.
3) દ્વિતીય ભાવ વાણી નો ભાવ પણ છે. આ ભાવનું વિશેષ મહત્વ હોય છે કારણકે એ જાતકની વાણીનો પ્રભાવ જ એને
ઉચા પદ પર પહોચાડે છે.
4)પંચમ ભાવ વિદ્યાનો ભાવ છે અને મનોરંજનનો પણ કર્ક છે. ઘણાં કારણોથી એમનું પણ બળવાન હોવું જરૂરી છે.
5) સૌથી મુખ્ય દશમ ભાવ એટલે કે રાજ્ય તથા ઉચ્ચ નોકરીનો ભાવ હોય છે. આ બધાથી પ્રબળ ગ્રહોની યુતિ અને દ્રષ્ટિ જ
જાતક ને ઉચ્ચ અધિકારી બનાવે છે.
6) પ્રશાસનીક સેવા કે સરકારી નોકરી માટે સૂર્યની ભૂમિકા મહત્વપૂર્ણ છે.સૂર્ય નવમ અને દશમ ભાવમાં સર્વશ્રેષ્ઠ માનવામાં
આવે છે.
7) જો આ ભાવોમાં સૂર્ય સ્વરાશી કે મિત્ર રાશિમાં હોય, તો સરકારી સેવામાં પસંદગીના યોગ વધી જાય છે. જો સૂર્ય ચતુર્થ
ભાવ માંથી થઈને દશમ ના દેખાય રહ્યો હોય , ત્યારે પણ આ યોગ બને છે.
8) જો સૂર્ય છઠા, આઠમાં, બીજા, વ્યય ભાવમાં હોય તો સરકારી સેવામાં પસંદગીના યોગ ઓછા માનવામાં આવે છે. આના
સિવાય સૂર્ય પર રહું – કેતુનો પ્રભાવ હોય તો સૂર્ય નું બળ દુષિત માનવામાં આવે છે.
9) સૂર્ય સિવાય કુંડળીમાં પંચમેશ, ભાગ્યેશ અને દશ્મેશ સૂર્ય નું મજબૂત હોવું પણ જરૂરી છે. સેના માં પસંદગી માટે મંગલ,
અધ્યાપન માટે ગુરુ બુધ, મીડિયા માટે શુક્ર નું મજબુત હોવું અપેક્ષિત છે. તેથી આ ગ્રહોને પણ મજબુત હોવું જોઇઅ.
10) ઉચ્ચ પદ મળ્યા બાદ સ્થાન બનાવી રાખવાનું કામ શનિનું હોય છે એટલે શનિ ની સ્થિતિનો વિચાર કરવો જરૂરી છે.
શનિ જો અસ્ત હોય, છ , આઠ, બારમાં ભાવના સ્વામી હોય, કશત્રુ ક્ષેત્ર હોય તો સ્થાયિત્વ આવવા દેતું નથી. આવા
જાતકોની જીવીકામાં પરિવર્તન થતું રહેતું હોય છે.
જો કુંડળીમાં શનિ અને અન્ય ગ્રહોની સ્થિતિ હોય પણ સૂર્ય શત્રુ ક્ષેત્રી હોય તો સૂર્ય ને મજબુત કરો.
1). સૂર્યોદય થી પહેલાં ઉઠવું, સૂર્ય ની સામે ઉભા રહીને અથવા બેસીને એક માળા ગાયત્રી મંત્રનો જપ કરવો.
2). પિતાનો આદર કરવો, સેવા કરવી, બ્રાહ્મણોને દાન કરવું.
3). રવિવારનું વ્રત કરવું, મીઠા વગરનું ભોજન કરવું.
4). સફેદ, નારંગી વસ્ત્રો પહેરવા. માણિક પણ ધારણ કરી શકાય છે.