ભારત બાંગ્લાદેશની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. માહિતીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટી સંખ્યામાં હિંદુઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવવા માંગે છે. હવે સમાચાર એજન્સી ANIએ આને લગતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે.
ANI દ્વારા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં પથનતુલી સ્થિત ભારત બાંગ્લાદેશ બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તેમને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ઝીરો પોઈન્ટ પર રોકી દેવામાં આવ્યા છે. વીડિયોમાં આ લોકો ભારતીય સૈનિકોને સરહદ પાર કરવા દેવાની વિનંતી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોને ધ્યાનથી સાંભળવા પર જોવા મળે છે કે બોર્ડર પર એકઠા થયેલા લોકો ‘ભારત સરકાર, દરવાજા ખોલો’ના નારા લગાવી રહ્યા છે.
#WATCH | Amid political crisis & violence in Bangladesh, a large number of people from the neighbouring country gather at India-Bangladesh border. They’ve been stopped by BSF at Zero Point
Visuals across the border in Bangladesh, captured from Indian side at Pathantuli in… pic.twitter.com/uaqYnyKHX4
— ANI (@ANI) August 9, 2024
આ પણ વાંચો:બાંગ્લાદેશી હિંદુઓ માટે બે જ વિકલ્પ, મોતને ગળે વળગાડો અથવા મુસલમાન બનો
આ પણ વાંચો: પાક.ના બાસમતી ચોખા સામે યુરોપમાં ઉઠતા સવાલ, ચીન સાથે મિત્રતા મોંઘી પડશે