Not Set/ નીરજ ચોપડાએ અભિનવ બિન્દ્રાના ટ્વિટનો જવાબ આપતાં તમે વાંચીને ભાવુક થઇ જશો

2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર અભિનવ બિન્દ્રાએ પણ ટ્વિટ કરીને નીરજને અભિનંદન પાઠવ્યા હતા

Sports
ભાવુક નીરજ ચોપડાએ અભિનવ બિન્દ્રાના ટ્વિટનો જવાબ આપતાં તમે વાંચીને ભાવુક થઇ જશો

ભારતના નીરવ ચોપડાએ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને્ બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો અને દેશનું  નામ રોશન કર્યો છે. ભારતીય બરછી ફેંકનાર નીરજ ચોપરા, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં સફળતાનો નવો વિક્રમ લખ્યો છે, ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે 23 વર્ષના આ યુવા ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિકમાં  87.58 મીટર બરછી  ફેંકીને ઈતિહાસ રચ્યો અને 135 કરોડ દેશવાસીઓનું માથું ઉચું કર્યું છે.  નીરજે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતવા માટે ભારતની 121 વર્ષની પ્રતીક્ષા પરી પૂર્ણ કરી છે ,બાદમાં નીરજને ચારે તરફથી અભિનંદન મળવા લાગ્યા. 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર અભિનવ બિન્દ્રાએ પણ ટ્વિટ કરીને નીરજને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, તમે દેશનું સપનું પૂરું કર્યું છે. આભાર! ઉપરાંત, ક્લબમાં આપનું સ્વાગત છે. તમારા પર ખૂબ ગર્વ છે. હું તમારા માટે ખૂબ ખુશ છું.

નીરજે છ દિવસ પછી બિન્દ્રાના આ ટ્વીટનો જવાબ આપ્યો છે પરંતુ જવાબ એવો છે, જે ભાવનાત્મક છે. નીરજની ટ્વીટ સ્પષ્ટપણે બતાવે છે કે નીરજ જમીન સાથે જોડાયેલો છે પરંતુ તેનું દિલ પણ ઘણું મોટું છે. અભિનવ બિન્દ્રાની ટ્વીટનો જવાબ આપતા નીરજે લખ્યું, ‘સાહેબ આપની શુભેચ્છાઓ માટે આભાર. 2008 માં તમારા ગોલ્ડ (બેઇજિંગ ઓલિમ્પિક્સ) એ ભારતીય રમતવીરોને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણે પણ વિશ્વના શ્રેષ્ઠમાં હોઈ શકીએ છીએ. હું ક્લબમાં જોડાવા માટે ખૂબ જ ખુશ છું અને આશા રાખું છું કે ટૂંક સમયમાં વધુ લોકો અમારી સાથે જોડાશે. નીરજનું આ ટ્વીટ બધું કહેવા માટે પૂરતું છે.