Shaktimaan Stunt India: ચાલતા વાહનો પર સ્ટંટ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ખતરનાક છે. આવો વીડિયો બનાવવો જીવલેણ સાબિત થઈ શકે છે. આ વીડિયોને ધ્યાનમાં લઈને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયોમાં યુવક ચાલતા વાહનની ઉપર ચઢીને સ્ટંટ કરતો જોવા મળે છે. આ પછી, તે જ થાય છે જેનો ડર હતો, યુવક અકસ્માતનો શિકાર બને છે. તેનો જીવ કોઈ રીતે બચી ગયો છે પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થયો છે.
વાયરલ વીડિયો પર લખેલા કેપ્શન મુજબ તે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોમતીનગરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ પર એક વાહન ખૂબ જ ઝડપથી જઈ રહ્યું છે. તે એક નાના ટેન્કર જેવું વાહન છે. એક યુવક વાહનની છત પર ચડતો જોવા મળે છે. યુવક ચાલતા વાહન પર પહેલા પુશ-અપ કરે છે. તે પછી તે ગાડી પર ઉભો રહે છે.
સીરિયલ ‘શક્તિમાન’નું થીમ સોંગ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. યુવાન થોડીવાર કાર પર ઉભો રહે છે. આ દરમિયાન, તે એક-બે વાર અસંતુલિત પણ થઈ જાય છે. કાર પૂરપાટ ઝડપે છે અને પછી થોડી વાર પછી એ જ થાય છે જેનો ડર હતો. યુવક અસંતુલિત થઈ જાય છે અને ગાડીમાંથી નીચે પડી જાય છે. જો કે વીડિયોમાં યુવકને સંપૂર્ણ રીતે નીચે પડતો બતાવવામાં આવ્યો નથી. પરંતુ વીડિયોમાં યુવક ઘાયલ હાલતમાં જોવા મળી રહ્યો છે. તેના હાથ, પગ અને ખભા ખરાબ રીતે છોલાયેલા છે. આ વીડિયો ગોમતી નગરના એડિશનલ પોલીસ કમિશનર શ્વેતા શ્રીવાસ્તવે પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ/ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ગુજરાત પોલીસ દ્વારા અટકાયત, જાણો શું છે મામલો
આ પણ વાંચો: Sports/ BCCIના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપશે રાજીવ શુક્લા, હવે આ ભૂમિકામાં મળશે જોવા