ગુજરાત રાજ્ય વિવિધ નોકરી ભરતી બાબતે છેલ્લા કેટલાક સમયથી ભારે હોબાળો જોવામાંલી રહ્યો છે. કેટલીક પરીક્ષાના પેપર ફૂટ્યા છે તો ક્યાક ભરતીમાં ગોટાળા સામે આવ્યા છે. તો ગુજરાતના વિધાર્થી નેતા યુવરાજ સિંહદ્વાર ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલે મોટો ઘટ સ્ફોટ કરવામાં આવ્યો છે.
યુવા વિધાર્થી નેતા દ્વારા પત્રકાર પરિષદ કરી ઉર્જા વિભાગમાં ભરતીમાં પરિવારવાદ ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, “કેટલાક લોકો વચેટિયાનો ભાગ ભજવે છે.”
સ્પર્ધાત્મક પરીક્ષાના ભરતીકાંડમાં ચાલતા પરિવારવાદ વિશે યુવરાજસિંહે જણાવ્યું કે, ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ – સગાવાદથી 45 કરતા વધુ લોકો સામેલ થયા છે. જેમાં માસ્ટર માઈન્ડ અરવિંદ પટેલે ઉર્જા વિભાગમાં નજીકના સંબંધીઓને નોકરી અપાવી છે. આ નોકરીઓ માટે 16-16 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હતો અને તેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયાના પૂરાવાઓ પણ છે. અમારી પાસે તમામ મુદ્દાના આધાર-પુરાવા છે. તેમજ અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે તેના કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે તો બધી પોલ ખૂલી જશે.
આ સિવાય દિલીપ પટેલ, વિજય પટેલ, અને શ્વેત પટેલે વચેટિયાની ભૂમિકા ભજવી હતી તેવું જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ લોકો સગાવાદ અને ઓળખાણવાદથી લાગેલા છે. શીખા પટેલનો ભાઈ જેટકોમાં નોકરી કરે છે.
દિલીપભાઇના બે મિત્ર થર્મલ સ્ટેશનમાં જોબ કરે છે. સંદીપભાઈના ફોઈના દીકરા પણ થર્મલમાં નોકરી કરે છે. આમ કુલ 45 જેટલા સગાસબંધીઓ નોકરીમાં લાગ્યા છે. દિલીપ પટેલે સેટીંગમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. મહેન્દ્રભાઈ ઉર્ફે મયો વહીવટ તરીકે કામ કરે છે. લીંબડીમાં ઉર્જા વિભાગમાં નોકરી કરી રહ્યા છે. તમામ પરીક્ષા ઓનલાઈન લેવાઈ હતી જેમાં આ ગેરરીતિઓ થઈ હતી.
યુવરાજસિંહે માંગ કરી હતી કે, કોમ્યુટર જપ્ત કરવામાં આવે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જે સેટીંગ આધારે થઈ હતી. આ લોકો નોકરીએ લાગ્યા ત્યારે ઘટના સામે આવી. જે નોકરી કરી રહ્યા તેના પુરાવા અમારી પાસે છે. તપાસ એજન્સીની રચના કરવામાં આવે.
મુખ્ય આરોપી દિલીપ પટેલ પાસે 8 કરોડ સંપત્તિ ક્યાંથી આવી તે પણ એક પ્રશ્ન છે. હેડ ક્લાર્ક ભરતી આવી તેમાં પણ સંકળાયેલા હતા. રૂપિયાની લેતી દેતી થઈ તે ચેટ પણ અમારી પાસે છે. 15 લાખ રોકડ રકમ ટ્રાન્જેક્શન થયાનું છે. ત્યારે સરકાર યોગ્ય પગલાં લેવા અપીલ કરી રહ્યા છે. દિલીપ પટેલ અને અરવિડ પટેલની ઓળખાણ ઉર્જા વિભાગના અધિકારી સાથે છે. ઉર્જા વિભાગના અધિકારી છે. તેમના નામ માટે સચોટ માહિતી અંગે તપાસ કરી રહ્યા છે. તમામ માહિતી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે.
https://youtu.be/NyVIeM–teE
દુ:ખદ / હિમવર્ષા જોવા ગયેલા 21 પ્રવાસીઓ કારમાં થીજી બન્યા બરફ
કૃત્રિમ સૂર્ય / ચીનના ‘નકલી સૂર્ય’એ વાસ્તવિક કરતાં 5 ગણી વધુ ગરમી મેળવી
Photos / ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર, ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ કહ્યું,…