કોરોના રસી/ ઝાયડસ કેડિલાએ બનાવી ગુજરાતની પ્રથમ વેક્સિન

મંજુરી મળી જશે તો ઝાયકોડ-વી વેક્સિન મળતી થશે

Top Stories
zzzzz ઝાયડસ કેડિલાએ બનાવી ગુજરાતની પ્રથમ વેક્સિન

કોરોનાનો કહેર એટલો વધી ગયો છે કે આજે દરેક વ્યક્તિમાં કોરોનાનો એક જુદો જ ભય ઉભો થઇ ગયો છે. પરંતુ હવે ગુજરાત માટે એક ખુશીના અને રાહતના સમાચાર છે. ગુજરાતની પ્રથમ વેક્સિન બનીને તૈયાર થઇ ગઇ છે. જી, હા ગુજરાતની પહેલી રસી તૈયાર છે.

કોરોના સુનામીમાં દરેકની મીત ડોક્ટર તરફ મંડાયેલી હોય છે. દર્દીને લાગે છે, ડોક્ટર તેમને ગમે તે રીતે બચાવી શકે છે. માટે ડોક્ટર પણ પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે. અમદાવાદની ઝાયડસ કેડિલાની સિદ્ધિના કારણે ગુજરાતમાં પ્રથમ વેક્સિન બની છે.  ઉલ્લેખનીય છે કે ત્રીજા ટ્રાયલ પછી વેક્સિન માટે અરજી કરવામાં આવી છે.  આ અરજી ઇમરજન્સી વપરાશ માટે કરવામાં આવી છે.

ઝાયડસ કેડિલા દ્ધારા બનાવવામાં આવનારી આ રસી ઇમરજન્સી વપરાશ માટે રસી તૈયાર કરી છે, અને જો મંજુરી મળી જશે તો ઝાયકોડ-વી વેક્સિન મળતી થશે.  ઝાયડસ કેડિલા દ્ધારા પ્રતિમાસ એક કરોડ ડોઝ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમાં રસી તૈયાર થતા આગામી સમયમાં વેક્સિનની કોઇ સમસ્યા ઉભી થવાનો લગભગ ભય રહેશે નહીં.