શું તમને પણ થાળીમાં રોજ અથાણું જોઈએ છે? જાણી લો તેના ફાયદા અને નુકસાન!
ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું લાગે છે. પણ શું રોજ અથાણું ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે ખરાબ? જવાબ છે - 'માપમાં ખાવ તો અમૃત, વધારે ખાવ તો ઝેર'.
અથાણાંમાં સારા બેક્ટેરિયા એટલે કે 'પ્રોબાયોટિક્સ' હોય છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારા છે અને પાચન સુધારે છે.
કાચી કેરી, આમળા કે લીંબુના અથાણાંમાં વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સૌથી મોટું નુકસાન એ છે કે અથાણાંમાં મીઠું (Salt) ખૂબ વધારે હોય છે. જેમને હાઈ બ્લડ પ્રેશર (BP) ની તકલીફ હોય, તેમણે અથાણું ભૂલથી પણ ન ખાવું જોઈએ.
વધારે સોડિયમ (મીઠું) ખાવાથી શરીરમાં પાણી ભરાય છે અને કિડની પર લોડ પડે છે, જેનાથી પગમાં સોજા આવી શકે છે.
બજારના અથાણાંમાં તેલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદય માટે જોખમી છે.
એક્સપર્ટ્સ કહે છે કે અથાણું માત્ર 'સ્વાદ' બદલવા માટે છે, પેટ ભરવા માટે નહીં! એટલે રોજ માત્ર 1 ચમચી જેટલું જ ખાવું જોઈએ.
અમેરિકા નહીં પણ આ દેશે દુનિયાને આપી સૌથી પહેલી બેંક! 550 વર્ષ પછી પણ છે ચાલુ
ટ્રેન છે કે મહેલ? ભારતની આ 4 ટ્રેનોનું ભાડું સાંભળીને હોશ ઉડી જશે!
શું તમે પણ ચહેરા પર રોજ મુલતાની માટી લગાવો છો? સાવધાન!