Not Set/ એમી એવોર્ડ્સમાં જોવા મળ્યો ‘દેસી ગર્લ’ પ્રિયંકાનો જલવો

અમેરિકાના લોસ એન્જલસમાં આયોજીત કરવામાં આવેલા ૬૯ માં એમી એવોર્ડ્સ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ખાસ જલવો જોવા મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રેડ કારપેટ પર પ્રિયંકા ચોપરા ડિઝાઈનર બલમેનના સફેદ ગાઉનમાં નજર આવી હતી. મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી. તેણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ ‘થમિજહન’ ની […]

Entertainment

અમેરિકાના લોસ એન્જલસમાં આયોજીત કરવામાં આવેલા ૬૯ માં એમી એવોર્ડ્સ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ખાસ જલવો જોવા મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રેડ કારપેટ પર પ્રિયંકા ચોપરા ડિઝાઈનર બલમેનના સફેદ ગાઉનમાં નજર આવી હતી.

મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી. તેણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ ‘થમિજહન’ ની સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૦૩ માં તેણે ‘ધ હીરો’ની સાથે બોલિવુડમાં પોતાના અભિનયની છાપ છોડી હતી. ત્યારબાદ પ્રિયંકા ઘણી ફિલ્મોમાં નજર આવી છે.

હાલ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકી છે. બોલિવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ તેનો જલવો છે.