Not Set/ જીત બાદ શાહ અને સ્મૃતિ ઈરાનીએ લીધા શપથ,ઈરાનીએ લીધા સંસ્કૃતમાં શપથ.

ગુજરાતમાં 8 ઓગષ્ટના રોજ રાજ્યસભાની ચુંટણીમાં જીત નોંધાવ્યા બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે સવારે રાજ્યસભાના સદસ્ય તરીકેના શપથ લીધા હતાં.શાહ પહેલી વખત રાજ્યસભાના સદસ્ય બન્યા છે.સભાપતિ વૈંકૈયા નાયડુએ શાહ અને સ્મૃતિ ઈરાનીને શપથ લેવડાવ્યાં હતાં.ઈરાનીએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતાં. અમિતશાહ આ પહેલા ગુજરાત વિધાનસભાના પાંચ વખત વિધાયક રહી ચુક્યાં છે. 8 ઓગષ્ટે ગુજરાત રાજ્યસભા […]

India

ગુજરાતમાં 8 ઓગષ્ટના રોજ રાજ્યસભાની ચુંટણીમાં જીત નોંધાવ્યા બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે સવારે રાજ્યસભાના સદસ્ય તરીકેના શપથ લીધા હતાં.શાહ પહેલી વખત રાજ્યસભાના સદસ્ય બન્યા છે.સભાપતિ વૈંકૈયા નાયડુએ શાહ અને સ્મૃતિ ઈરાનીને શપથ લેવડાવ્યાં હતાં.ઈરાનીએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતાં. અમિતશાહ આ પહેલા ગુજરાત વિધાનસભાના પાંચ વખત વિધાયક રહી ચુક્યાં છે.

8 ઓગષ્ટે ગુજરાત રાજ્યસભા માટે મતદાન યોજાયુ હતું.જે દરમિયાન કોગ્રેંસના રિટર્નિંગ અધિકારી પાસે પક્ષના બે બળવાખોર ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ ચુંટણી પંચે બે ધારાસભ્યોના મતને નામંજૂર કર્યા હતાં અને ત્યાર બાદ અહમદ પટેલે જીત નોંધાવી હતી.રાજ્યસભાની આ ચુંટણીમાં કુલ 176 વોટ નાખવામાં આવ્યા હતાં.જેમાંથી બે મત રદ થયાં પછી174 મતની ગણતરી કરવામાં આવી હતી.