Not Set/ જુઓ એશા દેઓલે પુત્રીનુ શુ નામ રાખ્યુ

રવિવારે રાતે એશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો.એશા દેઓલની પુત્રીનું નામકરણ કરવામાં આવ્યું છે. સોમવારે સવારે એશાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેની અને તેના પતિ ભરત તખ્તાનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં ભરત પુત્રીને ગોદમાં લીધી હતી જો કે ત્યારે  પુત્રીનો ચહેરો જોવા મળ્યો ન હતો. એેશા અને ભરતે પોતાની પુત્રીનું નામકરણ કર્યું […]

Entertainment

રવિવારે રાતે એશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો.એશા દેઓલની પુત્રીનું નામકરણ કરવામાં આવ્યું છે. સોમવારે સવારે એશાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેની અને તેના પતિ ભરત તખ્તાનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં ભરત પુત્રીને ગોદમાં લીધી હતી જો કે ત્યારે  પુત્રીનો ચહેરો જોવા મળ્યો ન હતો. એેશા અને ભરતે પોતાની પુત્રીનું નામકરણ કર્યું છે.એવું જાણવા મળી રહ્યું છે કે, બંનેએ પોતાની પુત્રીનું નામ પહેલાથી જ નક્કી કરી નાંખ્યું હતું. તેમણે પુત્રીનું નામ રાધ્યા રાખ્યું છે.જો કે હેમા માલિનીએ કહ્યું કે, મથુરાના લોકો આ બાળકીના જન્મથી ઘણાં ખુશ છે અને મથુરા શ્રીકૃષ્ણની નગરી છે એટલા માટે અમે દીકરીનું નામ રાધ્યા રાખ્યું છે.એશાનો પતિ ભરત એક બિઝનેશમેન છે. બંનેએ 2012માં સગાઇ કરી હતી ત્યાર બાદ બંનેના લગ્ન થયા હતા.