Not Set/ રાહુલ ટૂંક સમયમાં જ સંભાળશે પક્ષનું સુકાન -સોનિયા ગાંધી

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ટૂંક સમયમાં જ પાર્ટીની કમાન સોંપવાની તૈયારી કરી રહ્યાં છે. પાર્ટી નેતાઓ બાદ હવે ખુદ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ વાતનો સંકેત આપ્યો છે.તાજેતરમાં પ્રણવ મુખર્જીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું કે લોકો મને મોટાભાગે રાહુલની તાજપોશી અંગે પૂછતા રહે છે અને હવે […]

India

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ટૂંક સમયમાં જ પાર્ટીની કમાન સોંપવાની તૈયારી કરી રહ્યાં છે. પાર્ટી નેતાઓ બાદ હવે ખુદ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ વાતનો સંકેત આપ્યો છે.તાજેતરમાં પ્રણવ મુખર્જીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું કે લોકો મને મોટાભાગે રાહુલની તાજપોશી અંગે પૂછતા રહે છે અને હવે આ ટૂંક સમયમાં જ થવાની છે.કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, રાહુલ ટૂંક સમયમાં જ પક્ષનું સુકાન સંભાળશે. પક્ષના કાર્યકરો લાંબા સમયથી ઇચ્છતા હતા તે હવે પરિપૂર્ણ થશે.કોંગ્રેસનાં સૂત્રોએ પણ જણાવ્યું કે, રાહુલ ગાંધી દિવાળી પછી ગમે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળી શકે છે.