Not Set/ લાલુ યાદવના ઘર સહિત 12 સ્થળ પર CBIની રેડ

લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રો અનુસાર લાલુ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે ટેન્ડરમાં હેરાફેરીના આરોપમાં તપાસ માટે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે..આરોપ છે કે, 2006માં રેલમંત્રી હતા ત્યારે લાલુએ એક ચેન નામની હોટલને ફાયદો પહોંચાડ્યો હતો. તેવા બદલામાં હોટલ […]

Uncategorized

લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રો અનુસાર લાલુ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે ટેન્ડરમાં હેરાફેરીના આરોપમાં તપાસ માટે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે..આરોપ છે કે, 2006માં રેલમંત્રી હતા ત્યારે લાલુએ એક ચેન નામની હોટલને ફાયદો પહોંચાડ્યો હતો. તેવા બદલામાં હોટલ ચલાવનાર કંપનીએ તેમને પટનામાં કરોડોની જમીન આપી છે. હવે આ જમીન પર બિહારનો સૌથી મોટો મોલ બનાવવામાં આવ્યો છે. આઈઆરસીટીસીના પૂર્વ ડિરેક્ટરના ઘરે પણ તપાસ એનજન્સીના લોકો પહોંચ્યા છે. લાલુના દિલ્હી, પટના, રાંચી, પુરી અને ગુડગાંવ સહિત 12 ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે..આ મામલે આરજેડી પ્રવક્તા પ્રગતિએ જણાવ્યું કે, અમને ખબર હતી કે બીજેપી અમારા પર સીબીઆઈ-ઈક્મટેક્સનો ડંડો ચલાવશે, અમે તેનાથી ડરતા નથી. જ્યારે આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે, આજે ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિવસ છે. અમે આનાથી નહીં ગભરાઈએ. કાયદાકીય અને રાજકીય રીતે સામનો કરીશું..આરજેડીની પ્રતિક્રિયા બાદ ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે, શાનું સત્ય અને કેવો બદલો. શું ચારા કૌભાંડ બધા ભૂલી ગયા છે. નીતિશ કુમાર પહેલા કહેતા હતા કે, બીજેપી માત્ર પ્રેસ કોન્ફરન્સ જ કરશે કે કઈંક સામે પણ આવશે. હવે કાયદો તેમનું કામ કરી રહ્યો છે. હવે તમારા ડેપ્યૂટી સીએમ ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે. નીતિશ કુમારે હવે કઈંક જવાબ આપવો જોઈએ.