Not Set/ વડોદરાઃ રિક્ષામા ઉઠાવી લઇ જઇને મહારાષ્ટ્રની યુવતી સાથે બળાત્કાર, યુવતીને એસટી ડેપો મુકીને આરોપી ફરાર

વડોદરાઃ એક બાજુ દિલ્હીમાં નિર્ભયા બળાત્કારની ઘટનાને ચાર વર્ષ થવા આવ્યા છે. અને બળાત્કારને લગતા કાયદા પણ કડક બન્યા છે તેમ છતા સમાજને કલંકિત કરતી દુષ્કર્મ જેવા બનાવો થમવાનું નામ નથી લેતા. આવી જ એક કલંકિત કરતી ઘટના બની છે.  શહેરમાં મહારાષ્ટ્રથી આવેલી યુવતી સાથે અસામાજિક તત્વોએ રિક્ષામાં ઉઠાવી લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આ […]

Uncategorized

વડોદરાઃ એક બાજુ દિલ્હીમાં નિર્ભયા બળાત્કારની ઘટનાને ચાર વર્ષ થવા આવ્યા છે. અને બળાત્કારને લગતા કાયદા પણ કડક બન્યા છે તેમ છતા સમાજને કલંકિત કરતી દુષ્કર્મ જેવા બનાવો થમવાનું નામ નથી લેતા. આવી જ એક કલંકિત કરતી ઘટના બની છે.  શહેરમાં મહારાષ્ટ્રથી આવેલી યુવતી સાથે અસામાજિક તત્વોએ રિક્ષામાં ઉઠાવી લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેન પોલીસ ફરિયાદ વડોદારાના સંયાજીગંજ પોલીસ મંથકે નોધાઇ છે.

બનાવની જાણવા મળતી મહિતી મુજબ મહારાષ્ટ્રના ઉમરગાની રહેવાશી યુવતી પોતાની માતા સાથે ઝઘડો થતા ઘરેથી પોતાની દિકરીને માતા પાસે મુકીને બાદ્રા રેલવે સ્ટેશને આવી ગઇ હતી. જ્યાંથી ટ્રેનમાં બેસીને રાત્રીના 10 વાગ્યે વડોદરા આવી ગઇ હતી. જ્યાં તેની પાસે પૈસા પૂરા થઇ જતા માંગીને 50 રૂપિયા ભેગા કર્યા હતા. ત્યાર બાદ ત્યાં નાસ્તો કરીને સુરેન્દ્રનગર જવા માટેની ટિકિટ ખરીદી હતી. થોડીવાર માટે તે રેલવે સ્ટેશનની બાહાર નિકળતા બે રિક્ષાચલકો ઉભા હતા ત્યાં જઇને ઉભી રહી હતી. ત્યારે રિક્ષાચાલકોએ તેને ચાલ અમારી સાથે કહીને અજ્ઞાત જગ્યાએ લઇ ગયા હતા.

જ્યાં એક બંધ પાકા મકાનમાં લઇ જઇને તેને કપડા ઉતાવા માટે મજબૂર કરી હતી. ત્યાર બાદ વારફરતી બંને લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ તેને કપડા પહેરાવીને એસટી ડેપો મૂકી ગયા હતા. જતી વખતે રિક્ષાચાલકે તેને 100 રૂપિયા પણ આપ્યા હતા.