અહો આશ્ચર્યમ્!/ કોચીના દરિયાકાંઠેથી 12,000 કરોડનું વિક્રમજનક હેરોઈન જપ્ત

કોચીના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત રીતે હાથ ધરેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

Top Stories India

કોચીના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત રીતે હાથ ધરેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. NCB અને ભારતીય નૌકાદળના ઓપરેશનમાં 12,000 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત. હેરોઈનનો આ જથ્થો અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી હોવાનું માનવામાં આવે છે. ભારતના એનસીબીના ઇતિહાસમાં અત્યાર સુધીને સૌથીમોટો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

મુન્દ્રા પોર્ટ પરથી 3000 કિલો હેરોઈન ઝડપાયું

અગાઉ વર્ષ 2021માં NIAએ શુક્રવારે જ જપ્ત કરાયેલ હેરોઈન સંબંધિત મુન્દ્રા પોર્ટ ડ્રગ રિકવરી કેસમાં ત્રીજી ચાર્જશીટ દાખલ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2021માં મુંદ્રા બંદરેથી 2,988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 42 વ્યક્તિઓ અને સાત કંપનીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી છે. આ કેસ શરૂઆતમાં 13 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના ગુજરાત સ્થિત ગાંધીધામ યુનિટ દ્વારા નોંધવામાં આવ્યો હતો. આ માલ કથિત રીતે અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબ્બાસના બંદર અબ્બાસ મારફતે ભારતમાં દાણચોરી કરવામાં આવ્યો હતો. એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પંજાબના અમૃતસરના રહેવાસી પંકજ વૈદ્ય ઉર્ફે અમિત વિરુદ્ધ અમદાવાદની વિશેષ NIA કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ શેટ્ટારનો પરાજય/ કોંગ્રેસના જંગી વિજય છતાં ભાજપના બળવાખોર નેતા શેટ્ટારનો પરાજય

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી વિશ્લેષણ/ કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ આ રહ્યા ભાજપની હારના મુખ્ય કારણો

આ પણ વાંચોઃ કર્ણાટક-કોંગ્રેસ વિજયી/ કોંગ્રેસનું PayCM કેમ્પેઇન રંગ લાવ્યું, કોંગ્રેસ 135, ભાજપ 63

આ પણ વાંચોઃ વિદેશમાં મોત/ કેનેડામાં ભાવનગરના યુવકનું મોત, DySPની પુત્રની રહસ્યમયી રીતે મળી લાશ

આ પણ વાંચોઃ ગ્વાલિયર/ PM મોદીનું બની રહ્યું છે મંદિર, રોજ થશે આરતી, આ જગ્યાએ થશે સ્થાપના