વડાપ્રધાન મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આગામી નર્મદા મહોત્સવની પુર્ણાહુતીમાં હાજરી આપવા આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લઈને તંત્ર પણ તૈયારીમાં સજ્જ થઇ ગયું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી 27 જૂલાઇથી 5 ઓગસ્ટના રોજ નર્મદા મહોત્સવનું ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવાશે. જેની પૂર્ણાહુતિ વડાપ્રધાન મોદી હાજરી આપશે.
ગુજરાતના નર્મદા યોજનાનું કામ વર્ષોથી ચાલી રહ્યું હતું જેમાં અનેક વિવાદ બાદ ડેમના દરવાજાની કામગીરી અટકી પડી હતી. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ખૂબ જ ટૂંકા સમયમાં નર્મદાના દરવાજાની કામગીરીને મંજૂરી આપી દીધી હતી. જેના પગલે ગુજરાત સરકારે પણ દરવાજાની કામગીરી પૂર્ણ ખુબ ઝડપથી પૂર્ણ કરી હતી.
નર્મદા ડેમ પર લગાવવામાં આવેલાં 30 દરવાજાને બંધ કરવાની મંજૂરી મળતાં ડેમની સંગ્રહ ક્ષમતામાં 3.75 ટકાનો વધારો થયો છે.ઐતિહાસિક ડેમના દરવાજા ચોમાસા અગાઉ બંધ થઈ જતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે.
