વરસાદથી પ્રભાવિત થિરુવનંતપુરમ T-20 મેચમાં ક્રિકેટ ચાહકોને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આકર્ષક સ્પર્ધા જોવા મળી. આકર્ષક ઉત્તર ચડાવ પછી ટીમ ઈન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી. આ વિજય સાથે ટીમ ઈન્ડિયાએ T-20 મેચની 2-1 ની શ્રેણીમાં તેમનું નામ બનાવ્યું હતું. મેચ દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેવાના કારણે ઘણો સમય પસાર થઈ ગયો હતો જેના લીધે બંને ટીમોને ફક્ત 8-8 ઓવર જ રમવા મળ્યા હતા. ન્યૂઝીલેન્ડના આમંત્રણ પર પ્રથમ બેટિંગ કરતી વખતે ભારતીય ટીમેં 8 ઓવરમાં 5 વિકેટ પર 67 રન કર્યા હતા. આ નાના સ્કોરની પ્રાપ્તિમાં જ ન્યુઝિલેન્ડને પરસેવા છૂટી ગયા. ન્યુઝિલેન્ડ ટીમેં 8 ઓવરમાં 6 વિકેટ પર માત્ર 61 રન કરી શકી હતી. જસપ્રિત બમરાએ ભારત માટે 2 વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવ અને ભુવનેશ્વરે 1-1 વિકેટ લીધી. બે બેટ્સમેન રન આઉટ થયા હતા. હાર્દિક પંડ્યા 14 (10 બોલ, એક છ) અને એમ.એસ. ધોનીએ કોઈ રન બનાવ્યા વગર અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી અને ઈશ સોઢીએ 2-2 વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટને પણ 1 વિકેટ મળી હતી.