Bihar News: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે શાનદાર જીત નોંધાવી છે. તેમણે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 18,953 મતોથી પરાજય આપ્યો.
બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરની શાનદાર જીત
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે શાનદાર જીત નોંધાવી છે. તેમણે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 18,953 મતોથી પરાજય આપ્યો છે. આ જીત સાથે બાંકીપુર પેટાચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ રાજકીય જંગ જન સુરાજ પાર્ટીના નામે રહ્યો.
05:04
બાંકીપુર પેટાચૂંટણી: ભાજપે પરાજય સ્વીકાર્યો, હવે પ્રશાંત કિશોરની જીતની સત્તાવાર જાહેરાતની રાહ
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણના વચ્ચે ભાજપે પરાજય સ્વીકારી લીધો છે. ભાજપના કાઉન્ટિંગ એજન્ટો મતગણના કેન્દ્ર છોડીને બહાર નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે.
હાલમાં કુલ 31માંથી 28 રાઉન્ડની મતગણના પૂર્ણ થઈ છે. અત્યાર સુધીના પરિણામો મુજબ જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 59,213 મત મળ્યા છે અને તેઓ 19,419 મતની મજબૂત લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
બીજી તરફ ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 39,794 મત મળ્યા છે. હવે માત્ર અંતિમ સત્તાવાર પરિણામ અને પ્રશાંત કિશોરની જીતની જાહેરાત બાકી છે.
04: 55
બાંકીપુર પેટાચૂંટણી અપડેટ: 28મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 19,419 પર પહોંચી
બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણનામાં 28મા રાઉન્ડ બાદ જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર વધુ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીની ગણતરી મુજબ પ્રશાંત કિશોરને 59,213 મત મળ્યા છે અને તેઓ 19,419 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
બીજી તરફ, ભાજપના ઉમેદવાર નીરજ કુમારને અત્યાર સુધી 39,794 મત મળ્યા છે. હવે કુલ 31 રાઉન્ડમાંથી માત્ર 3 રાઉન્ડની મતગણતરી બાકી હોવાથી સૌની નજર અંતિમ પરિણામ પર છે.
04:09
બાંકીપુર પેટાચૂંટણી: 31માંથી 25 રાઉન્ડ પૂર્ણ, પ્રશાંત કિશોર 14,953 મતોથી આગળ
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણના દરમિયાન 31માંથી 25 રાઉન્ડ પૂર્ણ થયા છે. અત્યાર સુધીના રુઝાનો અનુસાર જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 14,953 મતોની મજબૂત લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના નીરજ કુમાર બીજા સ્થાને છે.
અંતિમ 6 રાઉન્ડની મતગણના બાકી હોવાથી સત્તાવાર પરિણામની રાહ જોવામાં આવી રહી છે, જોકે હાલના રુઝાનોમાં પ્રશાંત કિશોરે પોતાની લીડ વધુ મજબૂત બનાવી છે.
02:56
બાંકીપુર પેટાચૂંટણી: 19મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 11,289 પર પહોંચી
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સતત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યા છે. 19મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ તેમણે 11,289 મતની લીડ મેળવી છે.
02:03
બાંકીપુર પેટાચૂંટણી: 15મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 8,202 પર
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સતત પોતાની લીડ મજબૂત બનાવી રહ્યા છે. 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ તેઓ હવે 8,202 મત સાથે આગળ ચાલી રહ્યા છે.
મતગણતરીના દરેક રાઉન્ડ સાથે પ્રશાંત કિશોરની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે હજુ કેટલાક રાઉન્ડની ગણતરી બાકી હોવાથી અંતિમ પરિણામની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ હાલના રૂઝાનોમાં પ્રશાંત કિશોર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
01: 45
બાંકીપુર પેટાચૂંટણી: 13મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 7,119 પર પહોંચી

13મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ પ્રશાંત કિશોરને કુલ 26,113 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 18,994 મત મળ્યા છે અને તેઓ બીજા સ્થાને છે. પ્રશાંત કિશોરની સતત વધી રહેલી લીડને કારણે બાંકીપુર બેઠક પર તેમની જીતની સંભાવના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે.
01: 12
બાંકીપુર પેટાચૂંટણી: 11મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 6,419 પર પહોંચી
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં 11મા રાઉન્ડ બાદ જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર પોતાની લીડ વધુ મજબૂત બનાવી છે. તેઓ હવે 6,419 મતથી આગળ ચાલી રહ્યા છે.
11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ પ્રશાંત કિશોરને કુલ 21,941 મત મળ્યા છે. શરૂઆતથી જ તેઓ સતત લીડ જાળવી રાખી રહ્યા છે. હજુ મતગણતરીના અનેક રાઉન્ડ બાકી હોવાથી અંતિમ પરિણામ પર સૌની નજર ટકેલી છે, પરંતુ હાલના રૂઝાનોમાં પ્રશાંત કિશોરની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે.
12:53
બાંકીપુર પેટાચૂંટણી: 10મા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ 6,011 પર પહોંચી, ભાજપથી આગળ
બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં 10મા રાઉન્ડ બાદ જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની લીડ વધુ મજબૂત બનાવી છે. તાજેતરના રૂઝાનો મુજબ તેઓ હવે ભાજપના ઉમેદવાર નીરજ કુમાર કરતાં 6,011 મતથી આગળ ચાલી રહ્યા છે.
10મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 14,048 મત મળ્યા છે, જ્યારે આરજેડીની ઉમેદવાર રેખા કુમારીને 3,983 મત મળ્યા છે અને તેઓ ત્રીજા સ્થાને છે. પ્રશાંત કિશોરની સતત વધતી લીડને કારણે બાંકીપુર બેઠક પર જન સુરાજ પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે.
11:40
બાંકીપુર પેટાચૂંટણી: પાંચમા રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરની લીડ વધુ મજબૂત, હવે 2,319 મતથી આગળ
બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરની લીડ સતત વધી રહી છે. પાંચમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ પ્રશાંત કિશોર હવે 2,319 મતની સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના રાઉન્ડથી જ તેઓ સતત લીડ જાળવી રાખી રહ્યા છે અને હવે તેમની સ્થિતિ વધુ મજબૂત બની છે. જોકે હજુ મતગણતરીના અનેક રાઉન્ડ બાકી હોવાથી અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ વિજેતાનું ચિત્ર સ્પષ્ટ થશે.
બીજા રાઉન્ડ બાદ Prashant Kishor ને 1,161 મતની લીડ
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બાંકીપુર બેઠક પર કુલ 31 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. બીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ પ્રશાંત કિશોરે પોતાની લીડ જાળવી રાખી છે. જોકે હજુ અનેક રાઉન્ડની મતગણતરીબાકી હોવાથી અંતિમ પરિણામ સુધી ચિત્ર બદલાઈ શકે છે.
શરૂઆતના આંકડા મુજબ:
પ્રશાંત કિશોર (જન સુરાજ) – 3,795 મત
નીરજ કુમાર (ભાજપ) – 2,634 મત
લીડ – 1,161 મત
રેખા કુમારી (આરજેડી) – ત્રીજા સ્થાને
ભાજપના ગઢમાં કાંટાની ટક્કર
પટનાના શહેરી વિસ્તારમાં આવેલી બાંકીપુર બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ વખતે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પોતાની રાજકીય ચૂંટણી કારકિર્દીની શરૂઆત આ બેઠક પરથી કરી છે. જો તેઓ અંતિમ પરિણામ સુધી પોતાની લીડ જાળવી રાખશે તો બિહારની રાજનીતિમાં તેને મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવશે.
કડક સુરક્ષા વચ્ચે મતગણતરી
બાંકીપુર બેઠક (Bankipur constituency)માટે 30 જુલાઈએ મતદાન થયું હતું અને આજે સવારે 8 વાગ્યાથી પટનાના એએન કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. મતગણતરી કેન્દ્ર પર ચૂંટણી પંચ અને જિલ્લા પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. માત્ર અધિકૃત પાસ ધરાવતા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટો માટે અલગ પ્રવેશ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ માર્ગદર્શિકા અમલમાં મુકાઈ છે.
અન્ય રાજ્યોમાં પણ પેટાચૂંટણીની મતગણતરી
બિહાર (Bihar Election)ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર ભાજપના આશુતોષ તિવારી શરૂઆતના રૂઝાનોમાં આગળ છે. ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપના સતેન્દ્રભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે. આ તમામ બેઠકો પર 30 જુલાઈએ મતદાન થયું હતું અને આજે મતગણતરી ચાલી રહી છે.
અંતિમ પરિણામ પર સૌની નજર
હાલના રૂઝાનોમાં પ્રશાંત કિશોરને મહત્વપૂર્ણ શરૂઆતની લીડ મળી છે, પરંતુ હજુ 31 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થવાની બાકી છે. તેથી અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી રાજકીય પક્ષો અને સમર્થકોની નજર દરેક રાઉન્ડની ગણતરી પર ટકેલી રહેશે.
