Not Set/ વસુંધરા રાજેની સરકારને રાજ્યની હાઈકોર્ટએ આપ્યો મોટો આંચકો

રાજસ્થાનની વસુંધરા રાજેની આગેવાનીવાળી ભાજપ સરકારને રાજ્યની હાઈકોર્ટમાંથી મોટો આંચકો મળ્યો છે.. રાજસ્થાન હાઈકોર્ટે પારીત કરવામાં આવેલા ઓબીસી રિઝર્વેશન બિલ પર સ્ટે આપ્યો છે. રાજસ્થાન વિધાનસભામાં ઓક્ટોબર માસમાં ઓબીસી રિઝર્વેશન બિલને પારીત કરીને અધર બેકવર્ડ ક્લાસિસ માટેના અનામતને 21 ટકાથી વધારીને 26 ટકા કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં આ બિલને ધ્વનિમતથી પારીત કરવામાં આવ્યું હતું. ગુર્જર […]

India

રાજસ્થાનની વસુંધરા રાજેની આગેવાનીવાળી ભાજપ સરકારને રાજ્યની હાઈકોર્ટમાંથી મોટો આંચકો મળ્યો છે.. રાજસ્થાન હાઈકોર્ટે પારીત કરવામાં આવેલા ઓબીસી રિઝર્વેશન બિલ પર સ્ટે આપ્યો છે. રાજસ્થાન વિધાનસભામાં ઓક્ટોબર માસમાં ઓબીસી રિઝર્વેશન બિલને પારીત કરીને અધર બેકવર્ડ ક્લાસિસ માટેના અનામતને 21 ટકાથી વધારીને 26 ટકા કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં આ બિલને ધ્વનિમતથી પારીત કરવામાં આવ્યું હતું. ગુર્જર સમુદાય દ્વારા તેમને બેકવર્ડ ક્લાસિસની કેટેગરીમાં અનામતની માંગણીને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું અને તેને કારણે આ બિલને રાજસ્થાન વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં રાજસ્થાનમાં ગુર્જરો અને અન્ય ચાર બેકવર્ડ કમ્યુનિટિસને ઓબીસી ક્વોટામાં અનામતની જોગવાઈ કરવામાં આવી હતી.