Sports News : એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા હોકી ટીમે (Indian women’s hockey team)પોતાના વિજયી અભિયાનની શરૂઆત અત્યંત આક્રમક અંદાજમાં કરી છે. ગ્રુપ સ્ટેજની મુકાબલામાં ભારતીય મહિલા ટીમે એકતરફી પ્રદર્શન કરતા ઇન્ડોનેશિયાની ટીમ (T Indonesian team)ને 17-1 ના વિશાળ માર્જિનથી ધૂળ ચાટતી કરી દીધી છે. મેચની પ્રથમ મિનિટથી જ ભારતીય ખેલાડીઓએ મેદાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને વિરોધી ટીમને પુનરાગમન કરવાની એક પણ તક આપી નહોતી.
Indian women’s hockey team : પ્રથમ હાફમાં જ બનાવ્યો 9-0 નો વિશાળ સ્કોર
મેચના પ્રારંભથી જ ભારતીય ફોરવર્ડ લાઈને શાનદાર તાલમેલ બતાવીને ઇન્ડોનેશિયાના ડિફેન્સને તસ્સ-મસ્સ કરી દીધું (Womens Hockey Team)હતું. ફર્સ્ટ હાફ પૂરો થયો ત્યાં સુધીમાં જ ભારતે 9-0 ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી. ઇન્ડોનેશિયન ખેલાડીઓ ભારતીય ટીમની સ્પીડ અને ગોલ કરવાની શૈલી સામે સંપૂર્ણપણે નિસહાય નજરે પડ્યા હતા.
બીજા હાફમાં પણ ચાલુ રહ્યો ગોલનો વરસાદ
હાફ ટાઈમ બાદ પણ ભારતીય મહિલા ટીમે પોતાની આક્રમક રમત ચાલુ રાખી હતી. બીજા હાફમાં ભારતે વધુ 8 ગોલ ફટકારીને કુલ સ્કોર 17 પર પહોંચાડ્યો હતો. ઇન્ડોનેશિયાની ટીમ આખી મેચ દરમિયાન માત્ર એક જ સાંત્વનારૂપ ગોલ નોંધાવી શકી હતી. આ સાથે જ ભારતે 16 ગોલના અંતરથી એક યાદગાર જીત નોંધાવીને ટુર્નામેન્ટમાં પોતાના ગોલ્ડ મેડલના દાવેદારી મજબૂત કરી દીધી છે.
આ પણ વાંચો : 49 બોલમાં અણનમ સદી, શેફાલી વર્માએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ
આ પણ વાંચો : ભારતની શાનદાર જીત, બાંગ્લાદેશને 114 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી
આ પણ વાંચો : IND vs AFG 3rd T20I: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રીથી લઈને રાશિદ ખાનના રેકોર્ડ સુધી
