Gujarat News/ લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર લાડુલાલ 43 દિવસ બાદ ઝડપાયો; SMC અને રાજસ્થાન ATSની મોટી કાર્યવાહી

ભાવનગર લઠ્ઠાકાંડ (Bhavnagar laththakand)ના મુખ્ય સૂત્રધાર લાડુલાલને SMC અને રાજસ્થાન ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. કોર્ટે આરોપીના 8 ઓક્ટોબર સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Top Stories Gujarat Others
Bhavnagar laththakand Mastermind caught

Bhavnagar News :ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટરમાઈન્ડ લાડુલાલને રાજસ્થાન ATSની મદદથી SMCએ ઝડપ્યો. મિથેનોલ યુક્ત ઝેરી દારૂ કેસમાં મુખ્ય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર. ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનારા ભયાનક લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે રાજસ્થાન એટીએસ (ATS) ની મદદથી સફળતાપૂર્વક દબોચી લીધો છે.

છેલ્લા 43 દિવસથી સતત પોલીસને ચકમો આપી ભાગતા ફરતા રાજસ્થાનના ભીલવાડાના 22 વર્ષીય યુવક લાડુ લાલ ઉર્ફે ગણેશ ખારોલની અટકાયત કરવામાં આવી છે.લઠ્ઠાકાંડના આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌતમ સોલંકી સહિત કુલ 42 આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.

વરતેજ ખાતે મિથેનોલ યુક્ત દારૂના ઉત્પાદનનું ષડયંત્ર

SMC ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, માસ્ટરમાઈન્ડ લાડુ લાલે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી (Gautam Solanki)સાથે મળીને ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું. આ કાળા કારોબાર માટે જરૂરી ખાલી બોટલો, ઢાંકણાં અને ડુપ્લીકેટ સ્ટીકરો માસ્ટરમાઈન્ડ બહારથી પૂરા પાડતો હતો. વરતેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો, જેનું સેવન કરવાથી 14 જેટલા નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો હોસ્પિટલના ખાટલે પહોંચ્યા હતા.

કોર્ટે 8 ઓક્ટોબર સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

રાજસ્થાનના ભીલવાડાથી ઝડપાયેલા માસ્ટરમાઈન્ડ લાડુ લાલ ઉર્ફે ગણેશ ખારોલ (Ganesh Kharol)ને SMC દ્વારા ભાવનગરની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય ડુપ્લીકેટ દારૂના નેટવર્ક, મટીરીયલ સપ્લાયની સાંકળ અને અન્ય સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તમામ બાબતો ધ્યાને લઈને આરોપીના 7 દિવસ એટલે કે 8 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.


આ પણ વાંચો:લઠ્ઠાકાંડમાં 15 દર્દીઓએ મોતને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા

આ પણ વાંચો:ભાવનગર: કથિત લઠ્ઠાકાંડ મામલો, ભાવનગરમાં કુલ 49 દર્દીઓ સારવાર હેઠળ, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો, હજુ પણ 8 લોકોની સ્થિતિ ગંભીર છે,

આ પણ વાંચો:લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીની આગેવાનીમાં મળશે ઉચ્ચસ્તરીય બેઠક, ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 27 લોકોના મોત