New Delhi News: દિલ્હીમાં જાહેર પરિવહન પરની પાબંદીઓનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યો છે. કોર્ટ રવિવાર, 11 ઓક્ટોબરે આ મામલે વિશેષ સુનાવણી કરશે. આ સુનાવણી કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન વિરુદ્ધ દાખલ થયેલી અવમાનના અરજી પર થશે. અરજીમાં આરોપ છે કે દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પહેલાં જાહેર પરિવહન પરની પાબંદીઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન થયું નથી.
ગૃહ સચિવ વિરુદ્ધ અવમાનના અરજી પર સુનાવણી
‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની વિશેષ બેન્ચ આ મામલે સુનાવણી કરશે. અરજદાર શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ અરજીમાં આરોપ મૂક્યો છે કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અધિકારીઓએ પાલન કર્યું નથી. આ મામલો 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો સાથે જોડાયેલો છે. કોર્ટે દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનો પહેલાં મેટ્રો અને રેલવે સેવા (Metro and Railway Services)ઓ પર લગાવાયેલી સંપૂર્ણ પાબંદીઓ હટાવવા કહ્યું હતું.
Supreme Courtએ કહ્યું: જાહેર પરિવહન સંપૂર્ણ બંધ ન કરી શકાય
શુક્રવારે સુપ્રીમ કોર્ટે સરકાર અને દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો હતો કે શનિવારે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખી મેટ્રો અને રેલવે સેવાઓ પરની સંપૂર્ણ પાબંદી હટાવે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સુરક્ષાના નામે જાહેર પરિવહન સંપૂર્ણ બંધ કરી શકાય નહીં. કોર્ટનું કહેવું હતું કે સુરક્ષા વ્યવસ્થા (Security arrangements)જાળવવી જરૂરી છે, પરંતુ તેના કારણે સામાન્ય લોકોની અવરજવર અને જાહેર સુવિધાઓ સુધીની તેમની પહોંચ અવરોધાવી ન જોઈએ.
“રોકવું અને નિયંત્રિત કરવું બે અલગ બાબતો”
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કહ્યું હતું કે અધિકારીઓ ગેરકાયદે ભીડને રોકવા ટ્રેન સંચાલનને નિયંત્રિત કરી શકે છે. જોકે તેના માટે આખી પરિવહન વ્યવસ્થા ઠપ (Transportation system disrupted) કરી શકાય નહીં. બેન્ચે કહ્યું, “કોઈ વસ્તુને રોકવી અને તેને નિયંત્રિત કરવી બે અલગ બાબતો છે… તમે બધું રોકી શકો નહીં.”
સામાન્ય લોકોની અવરજવરના અધિકાર પર ભાર
સુપ્રીમ કોર્ટે દિલ્હીના રહેવાસીઓના જાહેર સુવિધાઓ(Public Amenities)નો લાભ લેવાના અને મુક્તપણે હરવા-ફરવાના અધિકારની રક્ષા પર પણ ભાર મૂક્યો હતો. હવે રવિવારની વિશેષ સુનાવણીમાં એ મુદ્દો ઊઠશે કે જાહેર પરિવહન પરની પાબંદીઓ અંગેના નિર્દેશોનું કથિત રીતે પાલન કેમ ન થયું. અવમાના અરજીમાં મૂકાયેલા આરોપો પર સુપ્રીમ કોર્ટનું વલણ આ સુનાવણીમાં મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટની મોટી ટકોર: દિલ્હી મેટ્રો અને ટ્રેનો બંધ કરવા સામે સવાલ
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં 3 નવા જજ, સુનિતા અગ્રવાલને નવી જવાબદારી
આ પણ વાંચો:પત્નીના મૃત્યુથી દુઃખી આસામના ગૃહ સચિવનું ICUમાં કર્યો આપઘાત
