Gujarat News/ ગુજરાતમાં નોટરીઓનું આંદોલન કરવાની ચીમકી: 5 દિવસનું અલ્ટીમેટમ, સરકાર સમક્ષ મૂકી 5 મોટી માગણીઓ

Gujarat Notaries Strike: ગુજરાતમાં નોટરીઓએ પોતાની માગણીઓના ઉકેલ માટે સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સત્તા પરત આપવા અને નોટરી ટિકિટની સુવિધા વધારવાની માગ સાથે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી.

Top Stories Gujarat
Gujarat Notaries Strike: નોટરીઓનું 5 દિવસનું અલ્ટીમેટમ

Gujarat News: ગુજરાતમાં વકીલોના આંદોલન વચ્ચે હવે નોટરીઓએ પણ પોતાની માગણીઓ માટે લડત શરૂ કરવાની ચીમકી (Gujarat Notaries Strike) આપી છે. નોટરીઓ પાસેથી સોગંદનામાં અને વિવિધ દસ્તાવેજો સંબંધિત સત્તાઓ ઘટાડવામાં આવી હોવાનો તેમનો આક્ષેપ છે. આ ઉપરાંત નોટરી ટિકિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માંગણીઓ પર નિર્ણય લેવા માટે સરકારને પાંચ દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.

Gujarat Notaries Strike: પાંચ દિવસમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન થશે

એસોસિએશનના જણાવ્યા મુજબ, જો પાંચ દિવસમાં નોટરીઓ (Gujarat Notary News)ના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજ્યભરના નોટરીઓ અને વકીલમંડળોના સહયોગથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોટરીઓએ પોતાની લાંબા સમયથી પડતર માગણીઓનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરી છે.

સોગંદનામાંની સત્તા મુદ્દે નારાજગી

નોટરીઓનો આક્ષેપ છે કે તેમની કેટલીક સત્તાઓ હવે મામલતદાર અને તલાટીને આપવામાં આવી છે. મેરેજ રજિસ્ટ્રેશન સંબંધિત એફિડેવિટ કરવાની સત્તા પણ નોટિફિકેશન દ્વારા બંધ કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ફેરફારોને કારણે ખાસ કરીને જિલ્લા અને તાલુકા સ્તરે કામ કરતા નોટરીઓની કામગીરી પર અસર પડી રહી હોવાનું તેમનું કહેવું છે.

નોટરીઓ વિદ્યાર્થીઓના એફિડેવિટ (Notary Affidavit Rules), આવક સંબંધિત સોગંદનામાં, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ અને ભાડાકરાર સહિતના દસ્તાવેજી કામમાં સેવાઓ આપે છે.નોટરીઓ વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના સોગંદનામાં, School Leaving Certificate, Passport અને ભાડાકરાર જેવા દસ્તાવેજી કામ કરે છે.

નોટરી ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલી

નોટરીઓએ શહેર વિસ્તારમાં સ્ટેમ્પ ટિકિટ (Notary Ticket Issue)ના વિતરણ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જરૂરી ટિકિટ મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ સુધી જવું પડે છે અને ત્યાંથી પણ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મળતી હોવાથી વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નોટરીઓની પાંચ મુખ્ય માગણીઓ

નોટરીઓએ વિવિધ સોગંદનામાં અને દસ્તાવેજો સંબંધિત સત્તાઓ પરત આપવા, મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવિટની જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા, પૂરતી નોટરી ટિકિટ ઉપલબ્ધ કરાવવા, ભદ્ર સેશન્સ કોર્ટ, મેટ્રો કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટિકિટ નોટરીઓએ વિતરણ કાઉન્ટર શરૂ કરવા અને વકીલોની જેમ બેઠક સહિતની જરૂરી સુવિધાઓ આપવાની માગ કરી છે. (Notary Protest Ultimatum)

હવે સરકાર આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર નોટરીઓના આગામી પગલાંનો આધાર રહેશે


આ પણ વાંચો: નોટરીની એફિડેવિટના આધારે કરાયેલા લગ્ન કે છૂટાછેડા માન્ય નહીઃ કેન્દ્ર

આ પણ વાંચો: ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ યથાવત, 10 ઓક્ટોબરે પણ હડતાળ

આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઈન્ડિયા બ્લોકનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ