Punjab News/ હની સિંહના ભત્રીજાનું અકસ્માતમાં મોત, પરિવારમાં શોક

જાણીતા ગાયક યો યો હની સિંહ (Yo Yo Honey Singh)ના ભત્રીજા વિદિત ઓલકનું અકસ્માતમાં મૃત્યુ (Honey Singh Nephew Death)થયું છે

Top Stories India
જાણીતા ગાયક યો યો હની સિંહ (Yo Yo Honey Singh)ના ભત્રીજા વિદિત ઓલકનું અકસ્માતમાં મૃત્યુ (Honey Singh Nephew Death)થયું છે

Punjab News : પંજાબના જલંધરમાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે (Jalandhar Road Accident)બે પરિવારોમાં માતમ ફેલાવી દીધો છે. જાણીતા ગાયક યો યો હની સિંહ (Yo Yo Honey Singh)ના ભત્રીજા વિદિત ઓલકનું અકસ્માતમાં મૃત્યુ (Honey Singh Nephew Death)થયું છે. 1 નવેમ્બરની વહેલી સવારે જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરી રહેલા વિદિતની કાર એક પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં વિદિતની સાથે તેમના મિત્ર આરવ તલવારનું પણ મોત થયું હતું. બંને યુવાનોના અકાળે નિધનથી પરિવારજનો અને પંજાબી સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

હની સિંહે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

ભત્રીજા વિદિતના નિધનના સમાચારથી ગાયક યો યો હની સિંહ (Yo Yo Honey Singh)પણ ભારે દુઃખી થયા છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં વિદિતના પિતા દિનેશ ઓલકને ટેગ કરીને ભાવુક સંદેશ શેર કર્યો હતો.

હની સિંહે લખ્યું હતું કે, “આ મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. મારા ભત્રીજાને ગુમાવવો ખૂબ જ દુઃખદ છે. ભોલેનાથ તમને આશીર્વાદ આપે.” આ સાથે તેમણે પોતાનો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો પણ હટાવી દીધો હતો. તેમની આ પોસ્ટ બાદ ચાહકો દ્વારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરતી વખતે અકસ્માત

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જલંધરના પોલીસ લાઇન્સ વિસ્તાર નજીક આવેલા ફ્લાયઓવર પર બની હતી. વિદિત ઓલક (Vidit Olak)અને તેમના મિત્ર આરવ તલવાર (Aarav Talwar)જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ ફોક્સવેગન કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

દરમિયાન કારની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પર ઊભી રાખવામાં આવેલી મ્યુનિસિપલ ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સમયે કારમાં કુલ પાંચ યુવાનો સવાર હોવાનું પણ સામે આવ્યું છે.

સફાઈ કર્મચારીઓએ રસ્તા પર પાર્ક કરી હતી ટ્રેક્ટર-ટ્રોલી

બારાદરી પોલીસ સ્ટેશનના SHO સાહિલ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે મ્યુનિસિપલ સફાઈ કર્મચારીઓ ફ્લાયઓવરની સફાઈ કરી રહ્યા હતા. રસ્તા પરથી એકત્રિત કરવામાં આવેલા કચરાને ભરવા માટે ટ્રેક્ટર-ટ્રોલી ત્યાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો અકસ્માત બાદ ઘરે જતા રહ્યા હતા. બંને મૃતકોના પરિવારે કાનૂની કાર્યવાહી આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહો પરિવારજનોને સોંપી દીધા હતા. ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છે.


આ પણ વાંચો:જલપરી બની સની લિયોની, હની સિંહે ગાયુ-‘મછલી જલ કી રાની હૈ’

આ પણ વાંચો: યો યો હની સિંહે રીમેક ગીતો પર શેર કરી પોતાની પ્રતિક્રિયા!

આ પણ વાંચો: યો યો હની સિંહે કરી અમિતાભ બચ્ચન સાથેની યાદો તાજા