India News: દેશમાં એક તરફ અચાનક ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, તો બીજી તરફ 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. આની પાછળ બંગાળની ખાડીમાં સર્જાયેલા બે ચક્રવાત(cyclone), અર્નબ અને મુરાસુ છે. છત્તીસગઢનું આકાશ અચાનક લોહી જેવું લાલ થઈ ગયું હતું. 28 ઓક્ટોબરે ચક્રવાતી તોફાન અર્નબ આંધ્રપ્રદેશના કાંઠે અથડાયું અને તેના માત્ર 5 દિવસ બાદ મુરાસુએ દસ્તક દીધી. બંને ચક્રવાત બંગાળની ખાડીમાં જ સર્જાયા છે.
એક અઠવાડિયામાં બે cyclone કેમ?
નિષ્ણાતોના મતે એક અઠવાડિયામાં બે ચક્રવાત આવવા અસામાન્ય નથી. તેનું કારણ ખાડીનું વધેલું તાપમાન છે. હાલ ખાડીનું પાણી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ છે અને આ ગરમ પાણી ચક્રવાત માટે બળતણનું કામ કરે છે. ચોમાસામાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી જેવી નદી(Godavari River)ઓનું ઘણું મીઠું પાણી સમુદ્રમાં ભળે છે. આ હલકું પાણી ઉપરની સપાટી પર રહે છે અને નીચેના ઠંડા પાણીને ઉપર આવવા દેતું નથી.
મોટાભાગના ચક્રવાત બંગાળની ખાડીમાંથી જ કેમ?
ભારતમાં 80 ટકા ચક્રવાત બંગાળની ખાડીમાંથી અને માત્ર 20 ટકા અરબી સમુદ્રમાંથી આવે છે. તેનાં ત્રણ કારણો છે:
ચક્રવાત બનવા માટે સમુદ્રનું તાપમાન 26.5 ડિગ્રીથી વધુ જોઈએ. ખાડી ત્રણ તરફથી જમીનથી ઘેરાયેલી હોવાથી તેનું પાણી વધુ ગરમ રહે છે. અરબી સમુદ્ર વધુ ખુલ્લો હોવાથી ત્યાં ઠંડા પવનો વધુ ફૂંકાય છે.
પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રના ટાઇફૂન પશ્ચિમ તરફ આગળ વધીને ખાડીમાં પહોંચે છે. ત્યાંની ગરમી અને ભેજથી તેઓ ફરી જીવંત થઈ ચક્રવાતનું રૂપ લઈ લે છે.
ચોમાસા પછીના પવનો ચક્રવાતોને પૂર્વથી પશ્ચિમ તરફ ધકેલે છે, તેથી ખાડીના ચક્રવાત ભારત પર અસર કરે છે, જ્યારે અરબી સમુદ્રના ચક્રવાત ઓમાન કે મધ્ય પૂર્વ તરફ જાય છે.
મુરાસુની અસર ક્યાં-ક્યાં?
મુરાસુની અસરથી 1 નવેમ્બરથી કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે.
દક્ષિણ ભારત: આંધ્રપ્રદેશમાં 2-3 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, તેલંગાણા, દક્ષિણ ઓડિશા અને છત્તીસગઢમાં પણ વરસાદની આગાહી છે. 7 નવેમ્બર સુધી દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
મધ્ય ભારત: મધ્યપ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં મહત્તમ તાપમાન 7થી 8 ડિગ્રી ઘટ્યું છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5 નવેમ્બર સુધી વરસાદ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી છે.
પૂર્વ ભારત: ઓડિશામાં 2થી 4 નવેમ્બર દરમિયાન વરસાદ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બિહારમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટશે.
ઉત્તર-પશ્ચિમ ભારત: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં દિવસનું તાપમાન 8 ડિગ્રી સુધી ઘટ્યું છે અને 10 શહેરોમાં ધુમ્મસ છવાયું છે. 2 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી છે.
પશ્ચિમ ભારત: ગુજરાતમાં 1થી 3 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી છે. 1થી 5 નવેમ્બર દરમિયાન ગોવા, કોંકણ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર(Maharashtra)માં હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે.
પૂર્વોત્તર ભારત: અરુણાચલ પ્રદેશમાં 1થી 5 નવેમ્બર અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં 1થી 7 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે.
શું ચક્રવાતોને અલ-નીનો સાથે સંબંધ છે?
હા, પરંતુ તે થોડો ગૂંચવણભર્યો છે. અલ-નીનોને કારણે હિંદ મહાસાગર અને ખાડીની સપાટીનું પાણી 28થી 30 ડિગ્રી સુધી ગરમ થઈ જાય છે. 1995થી 2019 દરમિયાનના સંશોધન મુજબ 9 અલ-નીનો વર્ષોમાં 15 અને 11 લા-નીના વર્ષોમાં 33 ચક્રવાત આવ્યા. એટલે અલ-નીનો વર્ષમાં ચક્રવાત ઓછા આવે છે, પણ તેમની ઝડપ અને અસર વધુ હોય છે.
ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ, અલ-નીનો વર્ષમાં ચક્રવાતી સિસ્ટમ ભૂમધ્યરેખાની વધુ નજીક બને છે. તેથી તેઓ ઓડિશા અને પશ્ચિમ બંગાળને બદલે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ તરફ વધુ જાય છે.
ઠંડી પર શું અસર પડશે?

ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત હિમાલય(Himalaya) તરફથી આવતી સૂકી અને ઠંડી હવાથી થાય છે. પરંતુ ખાડીના ચક્રવાત ‘મોઈશ્ચર પંપ’ની જેમ હવા અને ભેજ પોતાની તરફ ખેંચે છે, જેનાથી હિમાલયથી આવતી ઠંડી હવાનો પ્રવાહ ધીમો પડે છે. હવામાન વિભાગ (IMD)ના મતે જ્યાં સુધી ચક્રવાતી પ્રવૃત્તિ શાંત નહીં થાય, ત્યાં સુધી ઠંડી જોર પકડી શકશે નહીં. આવું ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધી ચાલી શકે છે.
સંશોધન મુજબ અલ-નીનો વર્ષોમાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતાં 0.5થી 1.5 ડિગ્રી વધુ રહ્યું હતું અને મેદાની વિસ્તારોમાં શીતલહેરના દિવસો અડધા થઈ ગયા હતા, એટલે કે ઠંડી ઓછી પડી હતી.
આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ આંધ્ર તરફ ધસ્યું, 16 જિલ્લામાં એલર્ટ; ઓડિશામાં શાળાઓ બંધ
આ પણ વાંચો:આંધ્ર-ઓડિશામાં અર્નબ ચક્રવાતની અસર
આ પણ વાંચો:ચક્રવાત મોન્થાએ ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી, ચક્રવાત મોન્થાની અસર દિલ્હી-એનસીઆર અનુભવાઈ
