Ahmedabad News: દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. હાલ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ 101માં ક્રમે આવ્યું છે. દિવાળીના ફટકડાની અસર ઉપરાંત વાહનોનો ધુમાડો, GIDC અને કપાતા વૃક્ષો પ્રદૂષણ માટે જવાબદાર ગણાય છે.
Ahmedabad Air Pollution : વિશ્વમાં 101મા ક્રમે અમદાવાદ
રાજ્યના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં અમદાવાદ, અંકલેશ્વર, રાજકોટ, જામનગર અને વાપીનો સમાવેશ થાય છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ(Air Quality Index)ના આંકડા પ્રમાણે અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું છે અને અમદાવાદની એર ક્વોલિટી અન્ય શહેરોની સરખામણીમાં નબળી છે. જ્યારે અમદાવાદની બાજુમાં આવેલા ગાંધીનગરમાં શુદ્ધ હવા જોવા મળી છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ હવામાં હાનિકારક કણોનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો શ્વાસમાં હાનિકારક હવા લઈ રહ્યા છે.
ફેક્ટરીઓ અને દિવાળીના ફટાકડાની અસર
અમદાવાદમાં મોટા ભાગમાં હવાની માત્રા હાનિકારક છે. દિવાળી દરમિયાન ફટાકડાના કારણે હવા પ્રદૂષિત થઈ છે ઉપરાંત પીરાણા(Piran Pollution) જેવા વિસ્તારો ડેન્જર ઝોનની નજીક સરકી રહ્યા છે. શહેરમાં ફેક્ટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે. રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(Pollution Control Board) માત્ર બણગાં ફૂંકે છે, પણ વાસ્તવમાં વટવા, નારોલ, નરોડા, પીરાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આજેય હવામાં ઝેરી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓની ભરમાર છે. આમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે. GIDC(GIDC Pollution) અને કપાતા વૃક્ષો પણ પ્રદૂષણ માટે જવાબદાર છે.
AQIમાં માપવામાં આવે છે પ્રદૂષણ
પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)માં માપવામાં આવે છે. AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેના AQIને ખરાબ મનાય છે, જ્યારે 300થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ હવામાન ગણવામાં આવે છે. અમદાવાદ AQI(Ahmedabad AQI)માં વધારાથી શહેરીજનોની ચિંતા વધી છે.
આ પણ વાંચો:GRAP-3: દિવાળી પહેલા દિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીરની નજીક, જાણો કયા પ્રતિબંધો લાગુ
આ પણ વાંચો:દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ટકોર: ‘આશા છે તમે હવામાનનો આનંદ માણી રહ્યા હશો’
આ પણ વાંચો:અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સામે તવાઈ! પ્રદૂષણ રોકવા AMC કમિશનરનો સીઝ કરવાનો આદેશ
