Mumbai News/ મુંબઈમાં 25 નવેમ્બર સુધી રોકેટ અને હવાઈ ફટાકડા પર પ્રતિબંધ

શહેરમાં હવે 25 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી રોકેટ અને આકાશમાં ઊંચે જઈને ફૂટતા હવાઈ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ (Fire Crackers Ban)મૂકવામાં આવ્યો છે

Top Stories India
શહેરમાં હવે 25 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી રોકેટ અને આકાશમાં ઊંચે જઈને ફૂટતા હવાઈ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ (Fire Crackers Ban)મૂકવામાં આવ્યો છે

Mumbai News : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફટાકડાથી આગ લાગવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા હવાઈ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ (Fire Crackers Ban)મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હવે 25 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી રોકેટ અને આકાશમાં ઊંચે જઈને ફૂટતા હવાઈ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ (Fire Crackers Ban)મૂકવામાં આવ્યો છે. BMC કમિશનર પ્રાજક્તા લવંગારે-વર્માએ આ અંગે પ્રતિબંધક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ 9 નવેમ્બરથી તાત્કાલિક અસરથી અમલી બન્યો છે.

મુંબઈમાં રોકેટ અને હવાઈ ફટાકડા પર પ્રતિબંધ

BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ પ્રતિબંધ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે. જાહેર સ્થળોની સાથે ખાનગી મિલકતોમાં પણ રોકેટ અને હવાઈ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે.

આ પ્રતિબંધમાં રહેણાંક મકાનોની છત, બાલ્કની, આંગણાં, પાર્કિંગ વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ અને અન્ય ખુલ્લી જગ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે, હવે મુંબઈમાં ઘરની છત કે બાલ્કનીમાં પણ રોકેટ જેવા હવાઈ ફટાકડા (BMC Rocket Ban)ફોડી શકાશે નહીં. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

Fire Crackers Ban : ફટાકડાથી આગની ઘટનાઓ વધી, ફાયર બ્રિગેડને 142 કોલ

મુંબઈમાં દિવાળી દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયા બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 8 નવેમ્બરના રોજ મુંબઈ ફાયર બ્રિગેડને એક જ દિવસમાં આગ સંબંધિત 142 કોલ મળ્યા હતા. તેમાંથી 137 કોલ ફટાકડાને કારણે લાગેલી આગ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું.

શહેરના ડોંગરી અને વિદ્યાવિહાર સહિતના વિસ્તારોમાં આગની મોટી ઘટનાઓ નોંધાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BMCએ આગની વધુ ઘટનાઓ અટકાવવા માટે રોકેટ અને હવાઈ ફટાકડા પર પ્રતિબંધ (BMC Rocket Ban)મૂકવાનો નિર્ણય કર્યો છે.

રોકેટથી ઇમારતોમાં આગ લાગવાનો ખતરો

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રોકેટ અને હવાઈ ફટાકડામાંથી નીકળતા સળગતા ટુકડાઓ રહેણાંક ઇમારતોની છત, બાલ્કની, બારીઓ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ પર પડી શકે છે. જેના કારણે આગ લાગવાની ગંભીર શક્યતા રહે છે.

મુંબઈમાં ગીચ વસ્તી, બહુમાળી ઇમારતો અને સાંકડી ગલીઓ હોવાથી આગની ઘટના બને ત્યારે તેને કાબૂમાં લેવી પણ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં લોકોની સુરક્ષા અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આદેશ જાહેર

BMC દ્વારા આ પ્રતિબંધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 41(A), 26(2), 30 અને 34(M) હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો અમલ કરાવવાની જવાબદારી ઝોનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, BMCના ડિવિઝનલ આસિસ્ટન્ટ કમિશનર અને ફાયર બ્રિગેડ(Mumbai Fire Brigade)ને સોંપવામાં આવી છે.

જોકે, આ પ્રતિબંધ માત્ર રોકેટ અને તેના જેવા આકાશમાં ઊંચે જઈને ફૂટતા હવાઈ ફટાકડા (BMC Rocket Ban)પૂરતો મર્યાદિત છે. અન્ય પ્રકારના ફટાકડાના ઉપયોગ પર આ આદેશ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે, અન્ય ફટાકડાનો ઉપયોગ પણ અગાઉથી અમલી કાયદા, સરકારી આદેશો અને કોર્ટના નિર્દેશો અનુસાર જ કરી શકાશે.


આ પણ વાંચો: ફટાકડા પર પ્રતિબંધ દિલ્હી માટે ખાસ નિયમો બનાવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો: ફટાકડા પર પ્રતિબંધ મામલે સુપ્રીમમાં આજે સુનાવણી : દિલ્હી સરકારને 25મી નવેમ્બરની સમયમર્યાદા આપી હતી

આ પણ વાંચો: ‘ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં શા માટે થઇ આતશબાજી ?’ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે માંગ્યો જવાબ