india news/ એર ઇન્ડિયાના વિમાનના ટોઇલેટમાં મળી ધમકી: કોલકાતા એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના ટોઇલેટના મિરર પર હાઇજેકનો ( Kolkata Airport Hijack Threat)સંદેશ મળ્યો હતો. પાયલોટે ATCને જાણ કરતાં વિમાન આઇસોલેશનમાં ખસેડાયું.

Top Stories India Breaking News
Kolkata Airport Hijack Threat: કોલકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટને હાઇજેકની ધમકી

Kolkata News: પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે હાઇજેકની (Kolkata Airport Hijack Threat) ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફની તૈયારી કરી રહી હતી ત્યારે વિમાનના ટોઇલેટના મિરર પર ધમકીભર્યો સંદેશ લખેલો જોવા મળ્યો હતો. આ અંગે પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરતાં સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હતી.

Kolkata Airport Hijack Threat: ટોઇલેટના મિરર પર લખેલો હતો ધમકીભર્યો સંદેશ

મળતી માહિતી મુજબ, વિમાન ટેકઓફ થાય તે પહેલાં ટોઇલેટના મિરર પર હાઇજેક અંગેનો સંદેશ જોવા મળ્યો હતો. આ બાબતની જાણ થતાં પાયલોટે ATCને એલર્ટ આપ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

વિમાનને આઇસોલેશન બેમાં ખસેડાયું

એલર્ટ મળ્યા બાદ વિમાનને મુખ્ય એરપોર્ટ કામગીરીથી અલગ આવેલા આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટની સુરક્ષા ટીમે વિમાનની તપાસ શરૂ કરી હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર વિમાનની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે અન્ય જોખમ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

CCTV ફૂટેજ અને મુસાફરોની વિગતોની તપાસ

સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની અંદર અને એરપોર્ટ પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મુસાફરોની યાદી અને અન્ય સંબંધિત વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં અને ધમકીભર્યો સંદેશ કોણે લખ્યો હતો તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.