Madhya Pradesh News/ ગ્વાલિયરમાં ઓક્સિજન ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો, આગનો વિશાળ ગોળો ઊઠ્યો; વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયાં

Gwalior Tanker Blast: ગ્વાલિયરની ફેક્ટરી પાર્કિંગમાં ઊભેલા ઓક્સિજન ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. CCTVમાં આગનો વિશાળ ગોળો અને વિસ્ફોટથી થયેલું નુકસાન કેદ થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Top Stories India
Gwalior Tanker Blast: ગ્વાલિયરમાં ઓક્સિજન ટેન્કર બ્લાસ્ટનો ભયાનક વીડિયો, ધડાકાથી વૃક્ષો ઉખડી ગયાં

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઓક્સિજન ટેન્કરમાં થયેલા ભયાનક વિસ્ફોટ (Gwalior Tanker Blast)નો CCTV વીડિયો સામે આવ્યો છે. પિન્ટો પાર્ક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર (Pinto Park Industrial Area)માં આવેલી ‘શિવા કમ્પ્રેસ્ડ એર પ્રોડક્ટ’ ફેક્ટરીની પાર્કિંગમાં ઊભેલા ટેન્કરમાં શુક્રવારે બપોર બાદ અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આગનો વિશાળ ગોળો હવામાં ઊછળ્યો, આસપાસનાં ભારે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયાં અને ફેક્ટરીની બાઉન્ડ્રી વોલ પણ ધ્રૂજી ઊઠી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Gwalior Tanker Blast: CCTVમાં કેદ થયો ભયાનક વિસ્ફોટ

સામે આવેલા CCTV ફૂટેજ (Gwalior CCTV Video)માં બ્લાસ્ટ થતાં જ આગનો મોટો ગોળો હવામાં ઊઠતો જોવા મળે છે. બીજા ફૂટેજમાં વિસ્ફોટની અસરથી ફેક્ટરીની બાઉન્ડ્રી વોલ ધ્રૂજતી દેખાય છે. થોડી જ ક્ષણોમાં ધુમાડાનો મોટો ગોટો આકાશમાં ફેલાઈ જાય છે. વિસ્ફોટને કારણે ટ્રક અને ટેન્કરને પણ ભારે નુકસાન (Oxygen Tanker Explosion) થયું હતું.

ધડાકાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી

ધડાકાનો અવાજ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની બહાર રસ્તા પરથી પસાર થતા લોકો ગભરાઈને દોડવા લાગ્યા હતા. આસપાસનાં પશુઓ પણ અવાજ સાંભળીને ભાગવા લાગ્યાં હતાં. નજીક આવેલી ‘ગાયત્રી ઓટો પાર્ટ્સ’ ફેક્ટરીના કાચ પણ વિસ્ફોટની અસરથી તૂટી ગયા હતા. ત્યાંના કર્મચારીઓએ થયેલા નુકસાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

દિવાળીની રજાઓને કારણે મોટી દુર્ઘટના ટળી

માહિતી મુજબ, ફેક્ટરીના મોટાભાગના શ્રમિકો દિવાળીની રજાઓ માટે પોતાના વતન ગયા હતા. તેથી ઘટનાસ્થળે કર્મચારીઓની સંખ્યા ઓછી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે સાંજે આસપાસનાં બાળકો આ વિસ્તારમાં રમતાં હોય છે, પરંતુ બ્લાસ્ટ બપોર બાદ થયો હતો. આ કારણોસર કોઈ વ્યક્તિ તેની નજીક હાજર નહોતી અને મોટી જાનહાનિ ટળી હતી.

બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસની તપાસ

પ્રત્યક્ષદર્શી વિજેન્દ્ર શેખાવત સહિત આસપાસના લોકોએ ધડાકાની તીવ્રતા અંગે માહિતી આપી છે. જોકે, ઓક્સિજન ટેન્કરમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. મહારાજપુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ સુધી કોઈએ પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી.


આ પણ વાંચો: વડોદરામાં કારની CNG બોટલ ફાટતાં ભયાનક બ્લાસ્ટ! 200 મીટર દૂર સુધી ઊડ્યાં પતરાં, 5 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: બેંગલુરુમાં ઘરના ઉંબરા પાસે સિલિન્ડર મૂકતાં જ બ્લાસ્ટ! CCTVમાં કેદ થઈ આખી ઘટના, ડિલિવરી કર્મચારીનો આબાદ બચાવ

આ પણ વાંચો: રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો! ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા