Food Recipe/ શાહી દમ આલુની સરળ મજેદાર રેસિપી…પરોઠા, નાન અને પુરીની સાથે લાગશે લાજવાબ..!

ઘણા લોકો ઘરે ઢાબા સ્ટાઇલ શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe) બનાવવા માગતા હોય છે પણ બનાવી શકતા નથી હોતા…ક્યારેક શાહી દમ આલુ…

Trending Food Lifestyle
Shahi Dum Aloo...રેસ્ટોરન્ટની સ્ટાઈલમાં....Royal અંદાજમાં...8 સ્ટેપ authentic રેસિપી!

Food Recipe: જો બટાટાને શાહી અંદાજમાં ખાવા હોય તો શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe) બનાવીને ખાઓ. દરરોજ લગભગ તમામ શાકમાં ભળતા બટાટા જ્યારે શાહી દમ આલુનું સ્વરુપ લે છે ત્યારે એનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ શાક કોઈ નોર્મલ શાક નથી રહેતું પરંતુ શાહી સ્વાદ વાળું રીચ શાક બની જાય છે! જો કે નામ સાંભળીને તમને લાગશે કે આ શાક બનાવવામાં ન જાણે કેટલી બધી ઝંઝટ હશે પરંતુ એવું બિલકુલ પણ નથી! આ શાહી દમ આલુ બનાવવાનું અત્યંત સરળ છે અને અહિં દર્શાવેલી રેસિપી સાથે તો એને આસાનીથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ, શાહી દમ આલુ બનાવવા માટે તમારે કયા-કયા મસાલા અને સામગ્રીની જરુર પડશે અને એને બનાવવાની રેસિપી કઈ છે?

ઘણા લોકો ઘરે ઢાબા સ્ટાઇલ શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe) બનાવવા માગતા હોય છે પણ બનાવી શકતા નથી હોતા…ક્યારેક શાહી દમ આલુ એટલા તો નરમ બને છે કે ખાવામાં બિલકુલ મજા નથી આવતી અને ઘણી વાર એમાં મસાલો બરાબર ભળતો નથી…જો તમને પણ આ સમસ્યા હોય તો ગભરાવાની જરુર નથી! અહિં તમારા માટે તદ્દન પરફેક્ટ શાહી દમ આલુની રેસિપી (Shahi Dum Aloo Recipe) લઇને આવ્યા છીએ જેને ફૉલો કરીને તમે ઘરે જ આસાનીથી મજેદાર શાહી દમ આલુ ( (Shahi Dum Aloo) બનાવી શકો છો. તો ચાલો જાણીશું એને બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…

શી રીતે બનાવશો શાહી દમ આલુની સરળ રેસિપી? (Shahi Dum Aloo Recipe)

શાહી દમ આલુ બનાવવા માટે તમારે આટલા મસાલા અને સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

Shahi Dum Aloo Ingredients
Shahi Dum Aloo Ingredients

સામગ્રી

8-10 નાની સાઇઝની બટાટી

1/2 કપ દહીં

1 તમાલપત્ર

1 નાનો ટુકડો તજ

1 કપ મખાના

8-10 કાજુ

1 નાની ચમચી લાલ મરચું

1 નાની ચમચી ઘાણા પાવડર

1 નાની ચમચી જીરા પાવડર

1/4 નાની ચમચી હળદર

1 નાનો ટુકડો આદુ

1 મોટી ચમચી ટોમેટો પ્યુરી

1/2 ચમચી જીરું

1/2 ચમચી કસૂરી મેથી

તેલ આવશ્યકતા અનુસાર

સ્વાદાનુસાર મીઠું

Shahi Dum Aloo Recipe
Shahi Dum Aloo Recipe

 

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ બટાટી એટલે કે નાની સાઈઝના બટાટા (Small Sized Potatoes)ને હળવા બાફી લો કે ઉકાળી લો. ધ્યાન રાખવું કે એ તદ્દન ગળી ન જાય!

2. આ બટાટાને છોલીને કાંટાથી કાણા પાડી દેવા જેથી મસાલો અને ગ્રેવી અંદર સુધી ઉતરી શકે.

3. એક કડાઈમાં તેલ ગરમ કરવું અને એમાં આ બટાટીને હળવા ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવી. તમે ઈચ્છો તો કાચા બટાટાને પણ છોલીને ફ્રાય કરી શકો છો. પરંતુ ઉકાળીને કરશો તો શઆક ઝડપથી બની જશે. આ તળેલી બટાટીને એક પ્લેટમાં કાઢી લેવી.

4. હવે તળેલા તેલમાંથી વઘાર જેટલું તેલ રાખીને બીજું અન્ય પાત્રમાં કાઢી લેવું. આ તેલમાં સમારેલું આદુ, ટમેટા અને કાજુ (Cashew nuts)ને ફ્રાય કરી લો. હળવો ગોલ્ડન રંગ આવે પછી ગૅસ બંધ કરીને સારી રીતે મિક્સર જારમાં વાટી લો.

5. હવે શાકના વઘાર જેટલું તેલ ઉમેરો અને એને ગરમ કરીને જીરું અને તમાલપત્ર નાખો. એમાં તૈયાર પેસ્ટ અને ટમેટો પ્યુરી નાખીને શેકી લો. જ્યારે મસાલો તેલ છોડવા લાગે ત્યારે એમાં હળદર, જીરા પાવડર, લાલ મરચું, ધાણા પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

6. આ તમામ સામગ્રીને ધીમા તાપે સારી રીતે શેકી લો. આ મસાલામાં ફેંટેલું અડધો કપ દહીં (Curd) ઉમેરી દો. દહીં ઉમેરીને સતત મસાલાને હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય. તેલ છૂટે એટલે જરુર મુજબ પાણી ઉમેરી દો.

7. પાણી ઉકળે એટલે એમાં ફ્રાઈડ બટાટી અને મખાના ઉમેરીને ઢાંકી દો અને લગભગ 5 મિનિટ સુધી પકાવી લો. મખાના (Makhana) નાખવા વૈકલ્પિક છે. ન નાખવા હોય તો પણ કશો વાંધો નહિં.

8. ગ્રેવી ઘટ્ટ બને એટલે કસૂરી મેથી અને તમને પસંદ હોય તો થોડો ગરમ મસાલો ઉમેરી દેવો.

તો તૈયાર છે તમારા શાહી દમ આલુ…જેને તમે તમારી પસંદ અનુસાર પુરી, નાન કે પરોઠા સાથે ખાઈ શકો છો. આ રેસિપીમાં તમને એ જ ઢાબા કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે!


આ પણ વાંચો: કોલકાતાની ફેમસ સ્ટ્રીટ ચાટ…આલુ કાબલી બનાવવાની સરળ રેસિપી…ચટકારા લઇને ખાશો!

આ પણ વાંચો: દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!

આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!