Gujarat News/ ગુજરાત સરકારનો વહીવટી આદેશ: 64 અધિકારીઓ વર્ગ-2માં બઢતી પામ્યા, 2 ની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 64 નાયબ સેક્શન ઓફિસરોને વર્ગ-2માં બઢતી (Gujarat Government Order) આપી છે, જ્યારે બે સેક્શન ઓફિસરોની બદલી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Government Order: 64 સેક્શન ઓફિસરોને બઢતી, 2ની બદલી

Gujarat News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયના સેક્શન ઓફિસર વર્ગ-2 સંવર્ગમાં વહીવટી ફેરફાર (Gujarat Government Order)કરવામાં આવ્યો છે. 21 નવેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ બે સેક્શન ઓફિસરની બદલી કરવામાં આવી છે, જ્યારે 64 નાયબ સેક્શન ઓફિસરોને સેક્શન ઓફિસર તરીકે ઇન-સીટુ બઢતી (Section Officer Promotion ) આપવામાં આવી છે.

Gujarat Government Order: બે સેક્શન ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી

આદેશ અનુસાર, આદિજાતિ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર જિગ્નેશકુમાર ડાહ્યાભાઈ ડામોરની ગુજરાત તકેદારી આયોગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર સંતોષકુમાર સુરેશભાઈ વસાવાની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બંને અધિકારીઓની બદલી તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.

64 નાયબ સેક્શન ઓફિસરોને બઢતી

બીજી તરફ, સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 64 નાયબ સેક્શન ઓફિસરોને (64 Deputy Section Officers) વર્ગ-3માંથી સેક્શન ઓફિસર વર્ગ-2ની ખાલી જગ્યાઓ પર ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે આ અધિકારીઓને હાલના વિભાગોમાંથી અન્ય વિભાગો અને સરકારી કચેરીઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આ નિમણૂકોમાં સામાન્ય વહીવટ, ગૃહ, મહેસૂલ, નાણાં, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વન અને પર્યાવરણ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત તકેદારી આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિમણૂકો સંબંધિત કોર્ટ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે. આ અંગેનો સત્તાવાર આદેશ 21 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: રસ્તા કે ફૂટપાથ પર પાલતુ પ્રાણીની ગંદકી છોડી તો ખિસ્સું ખાલી થશે! AMC વસૂલશે દંડ

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર

આ પણ વાંચો: ગાંધીનગરમાં ફૂડ વિભાગની તપાસથી હોટલોમાં ફફડાટ: 60 પેઢીઓ ચેક, 6 હોટલને નોટિસ